નેશનલ સ્કુલ ગેઈમ્સનાં નેજા હેઠળ જૂનાગઢ મુકામે જૂનાગઢ જીલ્લા(શહેર) કક્ષાએ ૫૦૦ મી. અને ૧૦૦૦ મી. સ્કેટીંગ સ્પર્ધામાં ધોરણ – ૬ માં અભ્યાસ કરતા રાઠોડ ઉર્વીક વિજેતા થયેલ તેમજ યોગા સ્પર્ધામાં ધોરણ – ૬ માં અભ્યાસ કરતા ઠકરાર રિધમ ૫ માં ક્રમે વિજેતા થયેલ. બન્ને વિદ્યાર્થીઓ હવે રાજય કક્ષાએ રમવા જશે. બન્ને વિજેતા વિદ્યાર્થીને સંસ્થાના પ્રમુખ સી.એ. સવજીભાઈ મેનપરા, મનેગ ટ્રસ્ટી રતિભાઈ મારડીયા, ટ્રસ્ટી શિરિષભાઈ સાપરીયા, એકેડેમીક ઈન્ચાર્જ ડો. પી. આર. ગોધાણી, સંસ્થાનાં અન્ય હોદેદારો તેમજ કેમ્પસ ડોયરેકટર ડો. દિનેશભાઈ ડઢાણીયા, એકેડેમીક ડેપ્યુટી ડાયરેકટર નિરજભાઈ વાછાણી તેમજ પ્રિન્સીપાલ આસ્થાબેન નાવાણીએ તેમનાં ઉજજવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી.