દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આજરોજ બપોરથી છવાયેલા ઘટાટોપ વરસાદી માહોલ બાદ ગત સાંજે વરસાદના જાેરદાર ઝાપટા સતત વરસી જતા શહેરના માર્ગો ઉપર પાણી ચાલી નીકળ્યા હતા. માત્ર એકાદ કલાકના સમયગાળાના બે ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. ખંભાળિયા તાલુકામાં ગઈકાલે ૫૨ મિલીમીટર સાથે મોસમનો કુલ વરસાદ ૧૪૦૮ મિલીમીટર નોંધાયો છે. અહીંના રામનાથ સોસાયટી વિસ્તારના માર્ગ ઉપર થોડો સમય પાણી ભરાઈ ગયા હતા. વરસાદના પગલે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવર-નવાર નવા લાંબો સમય વિજ પુરવઠો ખોવાઈ જતા નગર જેનો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. ખંભાળિયા શહેર તથા આસપાસના ગામડાઓમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યાના વાવડ છે. ખેતરોમાં મગફળી તથા કપાસના ઉભા મોલ માટે આશીર્વાદરૂપ એવા આ વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે. હજુ બે-ત્રણ દિવસ વધુ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જાે કે આજે સવારથી વાતાવરણમાં સંપૂર્ણપણે ઉઘાડ સાથે ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો.