Saturday, September 23

ગુજરાતના આંગણવાડીનાં આગેવાન બહેનોની હાજરીમાં જૂનાગઢમાં ધ્વજવંદન-શહિદ વંદના-કાર્યક્રમથી ત્રીજા ગુજરાત રાજય અધિવેશનો પ્રારંભ

0

ઓલ ઈન્ડીયા આંગણવાડી આંગણવાડી ફેડરેશનનનાં રાષ્ટ્રિય અધ્યક્ષા ઉષારાણીએ ઉદ્ધાટન પ્રવચનમાં આંગણવાડી વર્કર – હેલ્પરને કાયમી નોકરીયાત ગણવા કરી માંગણી, સરકારની નીતિની કરી ઝાટકણી : રાજયના ખેડૂત-શ્રમજીવી-વિદ્યાર્થી – યુવક સંગઠનોની શુભેચ્છા

સીટુ યુનિયન સાથે સંકલીત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનનું ત્રીવાર્ષિક ગુજરાત રાજય અધિવેશન માટે તા.૧૪-૧૫ બે દિવસ માટે ગુજરાતના ૨૨ જીલ્લાની ૪૦૦ થી વધુ આગેવાનો ડેલીગેટોની હાજરીમાં, પ્રેરણાધામ જૂનાગઢ ખાતે “સૌરાષ્ટ્રની સિંહણ’ બિરૂદ પામનાર સ્વ. નિરૂબહેન પટેલ નગર ખાતે ધ્વજ વંદન તથા શહીદ વંદનાથી પ્રારંભ કરાયો હતો. ધ્વજ વંદન ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનનાં રાજય પ્રમુખ અરૂણ મહેતાનાં હસ્તે કરાયું હતું. અધિવેશનની શરૂઆતમાં જુનાગઢમાં આ અધિવેશન માટે બનાવાયેલ સ્વાગત સમિતિનાં અધ્યક્ષ બટુકભાઈ મકવાણાએ સ્વાગત પ્રવચન કર્યુ. ઓલ ઈન્ડીયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પરનાં રાષ્ટ્રિય અધ્યક્ષા ઉષા રાણીએ આંગણવાડી વર્કર, પાયાની અને વૈધાનીક રાષ્ટ્રિય કામગીરી બજાવતી હોઈને, આંગણવાડી વર્કર-હેલ્પરને કાયમી નોકરીયાતનો દરજજાે આપવો જાેઈએ અને આ માંગણીઓ સ્વીકાર નહિ કરાય તો દેશભરની ૨૬ લાખ આંગણવાડી વર્કર-હેલ્પરો આવનાર ડીસેમ્બર માસમાં રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે તેવી જાહેરાત કરી હતી. આ પ્રસંગે ગુજરાત કિસાનસભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરા, એલ.આઈ.સી. એમ્પ્લોઈઝ એસોસીએશનનાં પશ્ચિમઝોન મહામંત્રી એચ.આઈ. ભટ્ટ, સીટુનાં ગુજરાત અધ્યક્ષ સતીષભાઈ પરમાર, ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયનનાં ગુજરાત મહામંત્રી અશોક સોમપુરા, ગુજરાત લોયર્સ એસોસીએશનનાં એડવોકેટ જીશાન હાલેપોત્રા, ડેમોક્રેટીક યુથ ફેડરેશનનાં રાજય મંત્રી રમેશભાઈ વાજા, સહિત જૂનાગઢના સામાજીક આગેવાનોએ શુભેચ્છા પાઠવતા પ્રવચનો રજુ કર્યા હતા.

error: Content is protected !!