જગતમંદિર આસપાસના દબાણો દુર કરવામાં વહીવટીતંત્ર નિષ્ફળ : નોટીસના નાટક બાદ દબાણ હટાવ ઝુંબેશનું સુરસુરીયું ?

0

ઝાંબાજ ‘ઉદય’ થયો ‘અસ્ત’ : દબાણકારો અને ચીફઓફીસર વચ્ચે ખાનગી બેઠક યોજાઈ(તેરી ભી ચુપ… મેરી ભી ચુપ..) ?

આશરે બે માસ પહેલા શહેરના જગતમંદિર આસપાસની ગીચ બજારમાં મોટાપો થયેલા દબાણો દુર કરવા માટે દ્વારકા નગરપાલિકાના ચીફઓફીસર દ્વારા લેખિત નો સો પાઠવવામાં આવી હતી. પરંતુ જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને રીલાયન્સ રોડ ઉપર માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા રેકડીધારકોની રેકડી ડીટેન કરીને દબાણ હટાવવાનું નવું નાટક કરીને દબાણ હટાવ ઝુંબેશને આટોપી લેવામાં આવી હતી. ત્યારે તહેવારોના સમયે જ નાના રેકડી ધારકોના દબાણો પોલીસ પ્રોટેક્શન સાથે રાખી નગરપાલીકાએ ર હટાવવા કામગીરી હાથ ધરતા રેકડીધારકોમાં થોડો કચવાટ પણ જાેવા મળ્યો હતો. પરંતુ ખરેખર દબાણની વ્યાખ્યામાં આવતા મગરમચ્છ ઈસમોને દબાણની કાર્યવાહીમાંથી બાકાત રખાતા અને નોટીસ આપેલા ઈસમોનો તો વાળ પણ વાંકો થયો નથી ત્યારે વહીવટીતંત્ર શું કરવા માર્ગ છે તેની દિશા હજુ સુધી નકકી થઈ શકી નથી. એક તરફ સરકાર નાના માણસોને રોજીરોટી માટે નવી-નવી યોજનાઓ અમલમાં મુકી રહી છે ત્યારે તહેવારોમાં રેકડીઓ કાઢીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા નાના-નાના રેક્ડીધારકોને રેકડી હટાવી સાતમ-આઠમના તહેવારો ટાણે જ આવા ગરીબ લોકોની રોજીરોટી છીનવીને ચીફઓફીસર સાબીત શું કરવા માંગતા હતા ? દબાણ હટાવવાનો રોફ જમાવવો હોય મગરમચ્છ દબાણો સામે લાલ આંખ કરવી જાેઈએ તેના બદલે ગરીબ અને લાચાર લોકો ઉપર અત્યાચાર કરવો તે કુદરતથી વિરૂધ્ધનું કૃત્ય છે. દ્વારકાના મંદિર ચોક વિસ્તારમાં જગતમંદિરના મુખ્ય ગેટની સામે વેપાર કરતા ઈસમો દ્વારા રસ્તા ઉપરના તોતિંગ દબાણો તથા પથારાઓ પાથરીને સરકારી જગ્યાનો દુરૂપયોગ કરી મહિને લાખોની કમાણી કરતા લાગવગીયા તત્વોના દબાણો તો જેમના તેમ જ છે. આવા દબાણો દુર કરવાની વાત તો એક તરફ રહી પાલિકાના ચીફઓફીસર દબાણો સામે નજર કરતા પણ સો વાર વિચાર કરે છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. નોટીસ આપ્યાને બે-બે મહિના જેટલો સમય વિતી જવા છતાં પાલિકા દ્વારા દબાણ હટાવવા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાયેલી નથી. તો શું દબાણો દુર કરવાની નોટીસનું સુરસુરીયું થઈ ગયું ? કે કોઈ મોટામાથાનો ફોન આવી ગયો ? નોંધનીય છે કે પાલિકા દ્વારા શહેરના દબાણો દુર કરવાની નોટીસના નાટકો તો વર્ષોથી થતા રહે છે પણ હજુ સુધી દબાણો દુર કરવાની કાર્યવાહી કેમ થતી નથી ? આ બાબતે ખાનગી સૂત્રોમાંથી અંદરખાને મળતી માહિતી મુજબ દબાણકારો અને ચીફઓફીસર વચ્ચે ખાનગી રીતે બેઠક થઈ હોવાનું જાણવા મળેલ છે. આ બેકમાં તેરી ભી ચુપ… મેરી ભી ચુપ……એવા શબ્દપ્રયોગોનો ખાસ ઉપયોગ થયો છે. જેના કાર ચીફઓફીસર માઈલ્ડ થઈ ગયા છે. ત્યારે માઈલ્ડ અધિકારી કયારે કપમાં આવશે જાેવાનું રહ્યું. આમ દબાણ હટાવવાની કામગીરીમાં ઝાંબાજ ‘ઉદય’નો ‘અસ્ત’ થયો છે.

error: Content is protected !!