જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન નજીક ક્રેટા ફોરવ્હીલના ચાલકે અકસ્માત સર્જી ઈજા પહોંચાડી નાસી ગયાની પોલીસ ફરિયાદ

0

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન આગળ બનેલા એક બનાવમાં અજાણ્યા ક્રેટા ફોરવ્હીલના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જી ઈજા પહોંચાડી નાસી છુટયા અંગેની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢના દિવાન કોમ્પ્લેક્ષની સામે આવેલા એક મકાનમાં ભાડેથી રહેતા અબ્દુલ આદમ મકવાણા(ઉ.વ.ર૧)એ ક્રેટા ફોરવ્હીલના ચાલક વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી પોતાની મોટરસાઈકલ લઈ પોતાના ઘરેથી જેતપુર રોડ તરફ આટો મારવા ગયેલ હોય અને આ મોટરસાઈકલ મારો મિત્ર ઈમરાન ચલાવતો હોય અને હું પાછળ બેઠો હતો અને અમો જેતપુર રોડ તરફથી પરત જૂનાગઢ આવતા હતા તે દરમ્યાન અમો જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનથી આગળ ડીવાઈડર કટપરથી યુટન લઈ પરત ઘરે જતા હતા દરમ્યાન રાજકોટ તરફથી એક સફેદ કલરની ક્રેટા ફોરવ્હીલ ગાડી પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરિયાદી તથા ફરિયાદીનો મિત્ર મોટરસાઈકલ ચાલક ઈમરાનને હડફેટે લઈ ફરિયાદીને ડાબા પગના ગોઠણથી નીચેના ભાગે તથા મોઢાના ભાગે તથા કપારના ભાગે તથા શરીરે ઈજા થયેલ હોય ઈમરાને માથાના પાછળના ભાગે ઈજા કરી ફોરવ્હીલ ચાલક સ્થળ પર પોતાનું ફોરવ્હીલ મુકી નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા જૂનાગઢ તાલુકા પોલીસે ક્રેટા ફોરવ્હીલના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં વ્યાપક જુગાર દરોડા : અનેક સામે કાર્યવાહી
જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે દાતાર રોડ ઉપર આવેલ માધવ એપાર્ટમેન્ટમાં આવેલા ચિરાગ ઉર્ફે કાનો રણજીતભાઈ સોલંકીના રહેણાંક મકાન બ્લોક નં-ર૦૮માં બહારથી માણસો બોલાવી અને તીનપત્તીનો જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે પોલીસે જુગાર અંગે દરોડો પાડતા કુલ રૂા.૧૮,૮૦૦ના મુદ્દામાલ સાથે આઠ શખ્સોને પોલીસે જુગાર રમતા ઝડપી લઈ તેમના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સી ડીવીઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે યોગેશ્વરનગર સોસાયટી, કિશોર એકેડમીની સામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રૂા.૧ર,પ૬૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. જયારે મેંદરડા પોલીસે મેંદરડા ગામની સીમ વિસ્તારમાંથી આઠ શખ્સોને રૂા.૧૪,૧ર૦ના રોકડ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વંથલી પોલીસે કણઝડી ગામના પાદરમાંથી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રૂા.૧પ,૪૭૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે નાસી જનાર ત્રણ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે. આ ઉપરાંત માણાવદર પોલીસ મટીયાણા ગામેથી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રૂા.૧ર,રર૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. માંગરોળ પોલીસ લંબોરા ગામે જાહેરમાં જુગાર રમતા ૧૧ શખ્સોને રૂા.૧૦,૧૪૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા છે. આ ઉપરાંત ચોરવાડ પોલીસે ખોરાસા ગામેથી જાહેરમાં જુગાર રમતા નવ શખ્સોને રૂા.૧પ,૧૩૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢમાં સાંઈ સેલ્સ નામની દુકાનમાંથી વેપારીની નજર ચુકવી રૂા.૮૦ હજાર રોકડની ચોરી
જૂનાગઢમાં વેપારીની નજર ચુકવી અને બે માણસો તથા એક સ્ત્રીએ રૂા.૮૦ હજારની રોકડ અને અન્ય કાગળોની ચોરી કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢના દાણાપીઠ, મહાલક્ષ્મી મંદિર પાસે શ્રી સાંઈ સેલ્સ નામની દુકાનમાં ચોરીનો બનાવ થયો હતો જે અંગે જયકુમાર રીજુરામ હંસરાજાણી રહે.આદિત્યનગર-૧, બ્લોક નં-૭૧, જાેષીપરા, જૂનાગઢ વાળાએ બે માણસો તથા એક સ્ત્રી વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીઓએ ફરિયાદીની દુકાને જઈ ખરીદી બાબતે વાતચીત કરી અને ફરિયાદીની નજર ચુકવી ફરિયાદીએ દુકાનના કાઉન્ટર નીચે એક બેગ કે જેમાં રૂા.૮૦ હજાર તથા અન્ય કાગળ રાખેલ હોય તેની ચોરી કરી અને આરોપીઓ જતા રહ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભવનાથ : અહીં કેમ ભેંસો ચરાવવા આવે છે તેમ કહી માર માર્યો
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં કાશ્મીરીબાપુની જગ્યા તરફ જંગલમાં બનેલા એક બનાવમાં માર મારવામાં આવેલ છે. આ અંગે ભવનાથ લંબે હનુમાનજીની જગ્યા સામે રબારી નેસમાં રહેતા બધાભાઈ ગાંડાભાઈ કટારા(ઉ.વ.ર૦)એ રોહિત બચુભાઈ કટારા, કરણ બચુભાઈ કટારા, દિપ બચુભાઈ કટારા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી કાશ્મીરીબાપુની જગ્યા તરફ જંગલમાં ભેંસો ચરાવવા માટે ગયેલ હોય ત્યારે કામના આરોપીઓએ ફરિયાદીને કહેલ કે તું અહીં અમારા પરિવારની મહિલાઓ કપડા ધોવા આવે છે ત્યારે ભેંસો ચરાવવા આવે છે તેમ કહી આ કામના આરોપીઓએ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ભવનાથ પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદ તાલુકાના કોયલાણા ગામે લઘુશંકા માટે રોડ ઉપર ઉભેલા યુવાનને અજાણ્યા વાહને ટક્કર મારતા મૃત્યું
કેશોદ તાલુકાના કોયલાણા ગામે જેતપુર નેશનલ હાઈવે ઉપર બનેલા બનાવ અંગે કવરલાલ અંબારામ મીણા(ઉ.વ.૩પ) રહે.રાજસ્થાનના પીપરોડી એ જીજે-૦૧-આરકે-૮૧૬૬ના ફોરવ્હીલ કારના ચાલક વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામે મરણ જનાર તથા સાહેદો સોમનાથ ખાતેથી દર્શન કરી ખાનગી બસમાં જૂનાગઢ તરફ આવતા હતા તે વખતે સોમનાથ-કેશોદ હાઈવે રોડ ઉપર કોયલાણા ગામે બસ ઉભી રહેતા મૃતક લઘુશંકા કરવા માટે રોડની બાજુમાં ઉભેલા હતા તે દરમ્યાન ફોરવ્હીલ નંબર જીજે-૦૧-આરકે-૮૧૬૬ના ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મૃતકને પાછળથી ટક્કર મારી અને હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી ગયેલ દરમ્યાન ઈજા પામનારને સારવાર માટે ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન યુવાનનું મૃત્યું થયેલ છે. આ બનાવ અંગે કેશોદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

માણાવદર તાલુકાના પીપલાણા ગામે હુમલો : બે સામે ફરિયાદ
માણાવદર તાલુકાના પીપલાણા ગામના ભનુભાઈ બિજલભાઈ વડીયાતર(ઉ.વ.પ૦)એ વિજયભાઈ માધાભાઈ વડીયાતર તથા વિજયભાઈના પત્ની વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચુંટાય આવેલ હોય જે આરોપીઓને ગમતું ન હોય જેનું મનદુઃખ રાખી આરોપીઓ ફરિયાદીના ઘર પાસે જઈ આરોપી નં-૧નાએ ફરિયાદીને કહેલ કે બહાર નીકળ તને મારવો છે તેમ કહી ભુંડી ગાળો કાઢતા ફરિયાદી તથા સાહેદ ઘરની બહાર નીકળતા આ આરોપી નં-૧ પાસે લાકડી હો જેનો એક ઘા ફરિયાદીને કપાળના ઉપરના ભાગે મારી દેતા સાહેદ વચ્ચે પડતા તેને પણ આરોપીઓએ માર મારી શરીરે ઈજા કરી આરોપીઓએ ગુનામાં એકબીજાએ મદદગારી કરી જીલ્લા મેજી. જૂનાગઢના હથીયારબંધીના જાહેર નામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા માણાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ તાલુકાના ચોકી ગામે અજાણ્યા વાહને મોટરસાઈકલને ટક્કર મારતા યુવાનનું મૃત્યું
જૂનાગઢ તાલુકાના ચોકી બસ સ્ટેશન નજીક એક અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં એકનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે રજુભાઈ સવદાસભાઈ(ઉ.વ.૩૬) રહે.જાેષીપરા વાળાએ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીના ભાઈ રમેશભાઈ સવદાસભાઈ છુછર(ઉ.વ.૪૦) વાળાનાઓ પોતાનું ડીસ્કવર મોટરસાઈકલ નંબર જીજે-૧૧-એસી-પ૭૦૬નું લઈને જેતપુર થી જૂનાગઢ આવતા હતા જે દરમ્યાન ચોકી ગામે બસ સ્ટેન્ડ પાસે પહોંચતા કોઈ અજાણ્યા વાહન ચાલકે ફરિયાદીના ભાઈના મોટરસાઈકલને ટક્કર મારી પોતાનું વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે હકારી લાવી આ કામના ફરિયાદીના ભાઈને ટક્કર મારી ફરિયાદીના ભાઈને શરીરે માથાના ભાગે ગંભીર ઈજા કરી તથા શરીરે ઈજાઓ કરી મોત નીપજાવી પોતાનું વાહન લઈ નાસી જઈ ગુનો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભેંસાણમાં રૂપીયા બાબતના મનદુઃખમાં સમાધાનની બેઠક દરમ્યાન તકરાર : ચાર સામે ફરિયાદ
જૂનાગઢ જીલ્લાના ભેંસાણ ખાતે બનેલા બનાવમાં પૈસા બાબતે મનદુઃખમાં સમાધાન માટેની બેઠક મળી હતી અને તેમાં તકરાર થતા હુમલાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે ભેંસાણ પોલીસે આપેલી વિગત અનુસાર, ભેંસાણના સોવારીયા પ્લોટમાં રહેતા કાંતીભાઈ ટપુભાઈ ચૌહાણ(ઉ.વ.૪પ)એ સુરજ મોહનભાઈ ચૌહાણ, શાંતીનાથ નાથાનાથ સોલંકી, સુરજ શાંતીનાથ સોલંકી, અજય શાંતીનાથ સોલંકી વિગેરે સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી તથા આરોપીઓ એક જ જ્ઞાતિના સભ્યો હોય અને આ કામના આરોપી નં-૧ ફરિયાદી પાસેથી રૂપીયા ૪૦ હજાર માંગતો હોય જે બાબતે જ્ઞાતિના આગેવાનો મારફતે સમાધાનની બેઠક ચાલતી હોય તે દરમ્યાન આ કામના આરોપી નં-૧ તથા આરોપી નં-રના હોય એ ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો ફરિયાદીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી ફરિયાદીને છુટા પથ્થરના ઘા મારી ફરિયાદી ભાગવા જતા થોડે દુર આ કામના આરોપી નં-૩ તથા આરોપી નં-૪નાએ ફરિયાદીને લાકડા વડે શરીરે જેમ ફાવે તેમ મુઢમાર મારી તથા માથાના ભાગે લાકડા વડે ઘા મારીને ફરિયાદીને શરીરે ઈજા પહોંચાડી ઉપરોકત જણાવેલ તમામ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી જીલ્લા મેજી. જૂનાગઢના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ભેંસાણ પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!