આગામી તા.ર૧ સપ્ટેમ્બરના રોજ ભવનાથ ખાતે આવેલા શ્રી ગૌરક્ષનાથ આશ્રમ ખાતે સંતો-મહંતો-આચાર્યોનું મહાસંમેલન

0

પીર યોગી પૂ. શેરનાથ બાપુના સાનિધ્યમાં યોજાનારા સંમેલનમાં ભાવિરણનીતી ઘડાશે : સનાતન ધર્મ પરંપરા ઉપર કાદવ ઉડાવવાનું કામ કરનારા વિરૂધ્ધ એલાને જંગ

આગામી તા.ર૧ સપ્ટેમ્બરે જૂનાગઢના ભવનાથ ખાતે આવેલા ગૌરક્ષનાથ આશ્રમ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતના સંતો-મહંતો અને આચાર્યોનું એક મહાસંમેલન યોજવામાં આવી રહેલ છે. આ સંમેલનનો મુખ્ય હેતુ એ છે કે છેલ્લા કેટલાય સમયથી સનાતન ધર્મ પરંપરા ઉપર કાદવ ઉડાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ કાદવ ઉડાવવાનું કામ કરનારાઓને કંટ્રોલમાં રાખવાની રણનિતીના ભાગરૂપે આ સંમેલન યોજવામાં આવી રહેલ છે. આ સંમેલનમાં વિવિધ કમિટીઓની રચના કરી અને રણનિતી નક્કી કરવામાં આવશે અને જડબાતોડ જવાબ આપવા માટેનો તખ્તો ગોઠવવામાં આવનાર હોવાના નિર્દોષો મળી રહ્યા છે. દરમ્યાન ગૌરક્ષનાથ આશ્રમ જૂનાગઢના સંત પીર યોગી પૂજય શેરનાથબાપુએ જણાવ્યું હતું કે, સંતોના મળનારા આ સંમેલનમાં વિવિધ કમિટીઓની રચના કરવામાં આવશે. જેમાં ખાસ કરીને સંતોની કમિટી, મિડીયા યુનિટની કમિટી અને કાયદાઓના નિષ્ણાંતની પણ વરણી કરી અને આ કમિટીનો મુસદો તૈયાર કરવામાં આવશે. તેમજ આ સંમેલનમાં સનાતન ધર્મ સંરક્ષણ સમિતિના નેજા હેઠળ કાર્યવાહી કરવાના ઠરાવો પસાર કરી અને આગામી દિવસોના ભાવિ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે તેવો નિર્દેષ આપવામાં આવ્યો હતો. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, સાળંગપુર મંદિર ખાતે હનુમાનજીના ભીતચિત્રોને લઈને સર્જાયેલા વિવાદ બાદ જે સમાધાન થયું તેને સનાતન ધર્મના સંતો-મહંતોએ પુરતું નથી ગણ્યું અને આ સિવાય સનાતન ધર્મ-પરંપરા ઉપર કાદવ ઉડાડવાનું કામ ચાલી રહ્યું છે, તેવા લોકોને કંટ્રોલમાં રાખવા માટે આગામી તા. ૨૧ સપ્ટેમ્બરે જૂનાગઢમાં સૌરાષ્ટર્‌-કચ્છ, ગુજરાતના સંતો-મહંતોની એક વિશાળ બેઠક મળશે તેવું એલાન કરાયું છે. ગિરનાર તળેટીમાં આવેલ ગૌરક્ષનાથ આશ્રમ ખાતે આગામી તા.ર૧ સપ્ટેમ્બરે પૂ. મહંત શેરનાથ બાપુના સાનિધ્યમાં આ બેઠકનું એલાન કરવામાં આવ્યું છે, શેરનાથબાપુએ જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા અવાર નવાર દેવી-દેવતાઓ અને ગુરૂઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે બેઠકમાં સનાતન સંરક્ષણ સમિતિની જે નિયુક્તિ છે, તેમાં ફેરફાર કરવામાં આવશે. સમિતિમાં વિશિષ્ઠ સંતો-આચાર્યોનો ઉમેરો કરવામાં આવશે અને સંગઠન વ્યવસ્થિત કરવામાં આવશે. તેમજ સનાતન પરંપરા ઉપર આક્રોષ કરતા હોય તેને કંટ્રોલ કરવા, અત્યાર સુધી જે અવ્યવસ્થા ઉભી થઈ તેને માટે શું પગલા લેવા તેની વિચારણા માટે આગામી તા.૨૧ ના રોજ ગૌરક્ષનાથ આશ્રમ ખાતે બેઠક મળશે, જેમાં સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતભરમાંથી વિશિષ્ઠ સંતો, આચાર્યો ઉપસ્થિતિ રહેશે. જે સનાતન પરંપરા ઉપર કાદવ ઉડાડ્યો છે. તે અયોગ્ય છે. અભદ્ર ટિપ્પણી કરી છે તે અંગે શરૂ કરવું જાેઈએ. તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યો માં સિતાજી, શિવજી, માં પાર્વતીજી, નાથ પરંપરાના ગુરૂ વિશે અભદ્ર ટિપ્પણી બોલવામાં આવી છે. તે અંગે ચર્ચા-વિચારણા કરીને આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે. આ મુદ્દે ધર્મગુરૂ જ્યોતિર્નાથ મહારાજે પણ કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં અનેક એવા મુદ્દા છે, જે વિવાદિત છે, સાળંગપુર મુદ્દે સમાધાનના નામે છેતરવામાં આવ્યા છે. ખાલી ભીતચિત્રોનો પ્રશ્ન નથી. અવાર નવાર કોઈને કોઈ વિષય લઈને વિવાદ કરી રહ્યા છે. તે અંગે હવે જૂનાગઢમાં સનાતન ધર્મના સંતોની આ આખરી બેઠક મળશે, ત્યાર બાદ એક્શન લેવાશે, કોર્ટ રાહે કાર્યવાહી, મહારેલી, મહાપ્રયાણ, શોભાયાત્રા, કુચ સહિતના આયોજનો અંગે ચર્ચા કરવામાં આવશે.

error: Content is protected !!