ખંભાળિયા શહેર તથા તાલુકાના જુદાજુદા વિસ્તારોમાં ગઈકાલે શુક્રવારે બપોરે છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા. આ વરસાદના પગલે માર્ગ ઉપર પાણી ચાલી નીકળ્યા હતા. આજે દિવસ દરમ્યાન ભારે બફારા વચ્ચે વરસાદી માહોલ રહ્યો હતો. પરંતુ મુશળધાર વરસાદની આશા ઠગારી નીવડી હતી.