દિવ્યધામ વલારડી ખાતે અમાવશ્યા દિને દિવ્યભવનનું ભુમિપુજન

0

વિશાળ નયનરમ્ય અતિથીભવનનાં નિર્માણ થવાથી દુર સુ દુરથી આવતા ભાવીકોને મળશે સુવિધાઓ

ગુજરાત રાજ્યનાં અમરેલી જીલ્લાનાં બાબરા તાલુકાથી ૧૧ કીમી દુર વલારડી ગામની પાવનભુમી ઉપર જીવમાત્રના કલ્યાણાઅર્થે માં ભગવતીનું ક્ષેત્રફળ ૬૦,૦૦૦ ચોરસ ફૂટ તથા ૧,૧૧,૦૦૦ ઘનફૂટ સફેદ આરસ પથ્થરથી સુશોભિત ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. આ મંદિર પરિસરમાં જ ભાદરવી અમાસનાં પવિત્ર દિવસે શ્રધ્ધાભાવથી ગુજરાતનાં ગામે ગામથી પધારેલ ભાવીકોનાં ધસારાને સમજીને દિવ્યધામ સમિતી દ્વારા એક વીશાળ દિવયભવન રૂપી ઉતારાભવનનું નિર્માણ કરવાની સંકલ્પનાં વ્યક્ત કરવામાં આવી અને આજ દિવસે ભાવીકોનાં હસ્તેજ ઉતારાભવનનું ભુમિપૂજન શાસ્ત્રોક્ત વિધી સાથે સંપન્ન કરવામાં આવ્યું હતું. આજે વાત કરવી છે દિવ્યધામ તિર્થક્ષેત્રનાં ઈતિહાસની તો આજથી આશરે ૩૫૨ વર્ષ પહેલાની આ વાત છે તે સમયમાં ગામ ન હતા નાના નાના નેસડા હતા. સમાન્ય માણસ પાસે અંગ ઢાકવા કપડા ના હતા, મિલકતમાં પોતાના શરીર સિવાય બીજું કઈ ન હતું, ત્યારે અમરેલીની બાબરા તાબાની ભોમકા ઉપર તેમાં દુબળો પાતળો એક પરિવાર વસવાટ કરતો હતો, તે પરિવારમાં એક ત્રણ વર્ષનો નાનો બાળક, જેનું નામ પાતો વઘાસિયા હતો, તે ખુબજ ભક્તિ ભાવ વાળો અને માત્ર ૩ વર્ષની ઉમરમાં માતાજી સાથે વેણે વાતો કરતો, માતાજી પાતાને રોજ કહેતા કે હું તારી કુળની દેવ વેરાઈ છું, તું મને લઈ જા, તું જૂનાગઢના જંગલમાં આવ હું તને પ્રમાણ આપીશ, એક દિવસ પાતો માતાજીને લેવા જાય છે, પોતાના હાથની હથેળીમાં માતાજી જ્યોત સ્વરૂપે પ્રગટ થાય છે, પાતો ચાલતો થાય છે, ત્યારે આકાશમાંથી આકાશ વાણી થાય છે, ઉભો રે પાતા તું મને લઈ તો જાય છે પરંતુ તારા મને પુજશે ??? ત્યારે પાતો કહે છે માં મારા તને પુજે કે ના પુજે પણ હું તારો થઈને રહીશ, ત્યાંતો પાતાના હાથમાંથી જ્યોત અદ્રશ્ય થઈ જાય છે અને ફરી આકાશ વાણી થાઈ છે કે હવે જેદિ તારા મારૂ દેવળ બંધાવે તેદી હું જ્યોત સ્વરૂપે પ્રગટ થઈશ પાતો ખુબ દુખી થાય છે. તે જ્યોતને ફરી પાછી લાવવા અઢારેય વરણના પરમાર્થે કામ કરે છે તે લોકોની શેરમાટીની ખોટ પુરી કરે છે બીજાના જીવની રક્ષા કરતાં કરતાં પાતાએ પોતના જીવને ખાંભીએ ખોડી દીધો. પાતાબાપા વઘાસિયાની રણખાંભી આજે પણ જીવંત છે અને દરેક લોકોના મનના ધારેલા બધાજ કામ પૂર્ણ કરે છે અને જુદા જુદા ખોળિયાં ધારણ કરીને કોઇને કોઇ સ્વરૂપે પાતાદાદા દરેકના શ્રધ્ધાભાવ ધરાવનારને ઘરે પ્રગટ થઇ મનોકામના પૂર્ણ કરે છે. મનમાં ભાવ પ્રગટ કરીને પોતાના સાનિધ્ય સુધી બધાને લાવે છે, સમસ્ત વઘાસિયા પરિવાર અને અઢારે ય વરણ એક થઈ ને માતાજીનું દેવળ બંધાવે અને એ દેવળમાં માતાજી જ્યોત રૂપી પ્રગટ થાય અને આ જગતનું કલ્યાણ કરે તેવી પાતાદાદાની ઈચ્છાથી વઘાસિયા પરીવારનાં યુવાનોએ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વલારડી અને ચમારડી ગામની વચ્ચે રોડ ઉપર જગ્યા ઉપર દિવ્યધામનાં નેજાતળે દિવ્ય મંદિર અને દિવ્ય ઉતારાભવનનું નિર્માણ કરવાની સંક્લપના વ્યક્ત કરી એ દિશામાં કાર્યારંભ કરવામાં આવ્યો છે. અબાલથી વૃધ્ધ વ્યક્તી મંદિરના નિર્માણમાં કોઈકને કોઈક ભાગ ભજવીને કઈક નવાને નવા સંકલ્પો લઈને મોટું યોગદાન આપી રહ્યા છે, દર વર્ષે વિદેશમાંથી પણ ઘણા લોકો દર્શન કરવા પણ આવે છે. ત્યાં દર વર્ષે એક વખત ભેગા મળીને એક મોટો એવો કાર્યક્રમનું આયોજન પણ કરે છે જેથી બધાના વિચારો એક થાઈ છે ત્યારે કઈક નવું નિર્માણ થઈ છે અને સમરસ સમાજનું નિર્માણ થઇ શકે તે હેતુ યુવાનોમાં રહેલી સુશુપ્ત શક્તિને નિખારવા વલારડી ગામ ખાતે ભારતભરનો વઘાસીયા પરીવાર એક સાથે, એક સમયે, સંગઠીત થયો છે. એક વિચાર એક ધ્યેય એક પથના પથીક બની સહ જીવનની ભાવનાથી ભેગા મળી સુંદર આયોજન કરી પાતાદાદાની રણખાંભીની પ્રતીકૃતિ સાથે એક રથ ગુજરાતનાં ગામડે ગામડે પહોંચીમાં વેરાઇનાં નુતનમંદિર નિર્માણકાર્ય સાથે ભાવીકો સહભાગીતા વ્યક્ત કરે અને માં વેરાઇના સૌને આશિષ સાંપડે એ ભાવ સાથેનો દિવ્યરથ ભ્રમણ કરી રહ્યો છે. આગામી કાર્તિકી અગિયારસે આ રથ ગિરનારની પાવનભુમિ ભવનાથખાતે આવી પહોંચતા અહીં ત્રણ દિવસમાં વેરાઇને યજ્ઞ યજ્ઞાદી દ્વારા આહવાન કરવામાં આવશે. વલારડી ખાતે આકાર લઇ રહેલા નુતન મંદિર અને દિવ્યભવનનાં ભુમિપુજન પ્રસંગે સૌ પરિજનો અને બહેનોએ ભુમિપુજન કરી પિતૃમોક્ષાર્થે જળ અર્પણ કરી દિવ્ય મનોકામનાંઓ વ્યક્ત કરી હતી.

error: Content is protected !!