ભારતીય જનતા પાર્ટી કોડીનાર તાલુકા દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૩ માં જન્મદિવસ ની ઉજવણીના ભાગરૂપે તાલુકા ભાજપ પ્રમુખ ભગુભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને શહેરની પ્રખ્યાત શ્રી આર.એન.વાળા હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ના તજજ્ઞ ડોક્ટરોની મદદથી મેગા ચક્ષુ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું આ મેગા કેમ્પમાં તાલુકા ભરના ૯૦ જેટલા આંખની ગંભીર બીમારી ધરાવતા દર્દીઓની તપાસ અને સારવાર નિશુલ્ક કરવામાં આવી હતી.આ કાર્યક્રમની સાથો સાથ કોડીનારના ધારાસભ્ય ડો.પ્રદ્યુમનભાઈ વાજા એ હાજર તાલુકા ભરના ભાજપ અગ્રણીઓને તેમજ કાર્યકરો મળી અંદાજે ૪૦ લોકો ને અંગદાનનો સંકલ્પ કરાવી અને અનોખી રીતે વડાપ્રધાનશ્રી ને જન્મદિવસની ભેટ અપાય હતી.
આ કાર્યક્રમ માં ધારાસભ્ય ડો. પ્રદ્યુમનભાઈ વાજા,તાલુકા ભાજપ પ્રમુખ ભગુભાઈ પરમાર,માર્કેટિંગ યાર્ડ પ્રમુખ સુભાષભાઈ ડોડીયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી,ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ દિલીપભાઈ મોરી સહિત ના રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમજ અંગદાન નો સંકલ્પ કર્યો હતો. આ સમગ્ર કાર્ય ને સફળ બનાવવા આર.એન.વાળા હોસ્પિટલના પ્રમુખ હરિભાઈ વાળા મેનેજર પ્રતાપભાઈ વાળા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.