Monday, September 25

વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે માંગરોળમાં રકતદાન કેમ્પ યોજાયો

0

ગુજરાતના પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પર માંગરોળ શહેર યુવા ભાજપ તેમજ તાલુકા યુવા ભાજપ દ્વારા માંગરોળની શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં માંગરોળ – માળિયાના ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગટીયા, રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષશ્રી વેલજીભાઈ મસાણી, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ડો.જયકુમાર ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, તાલુકા ભાજપ પ્રમુખ દાંનાભાઈ બાલસ, શહેર ભાજપ મહામંત્રી ધનસુખભાઈ હોદાર, આશિષભાઈ પંડ્યા, તાલુકા ભાજપ મહામંત્રી ,પરબતભાઈ જાેટવા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બાલુભાઈ કોડીયાતર, શહેરનાં યુવા ભાજપ પ્રમુખ ભગીરથસિંહ ચુડાસમા મહામંત્રી ઉમેશભાઈ મચ્છ તેમજ યુવા મોરચાની ટીમ તેમજ તાલુકાનાં યુવા ભાજપના પ્રમુખ રવિભાઈ નંદાણીયા તેમજ તેમની ટીમ તેમજ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ચેતનભાઈ કગરાણા સહીત માંગરોળ શહેર તેમજ તાલુકા ભાજપનાં હોદેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ. આ રક્તદાન કેમ્પમાં કુલ ૬૧ વ્યક્તિએ રક્તદાન કરેલ.

error: Content is protected !!