જુનાગઢ જિલ્લા ભાજપ દ્વારા દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની વિવિધ સેવા કાર્ય સાથે ઉજવણી કરાઈ

0

જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ કિરીટ પટેલ દ્વારા પ્રદેશ ભાજપની સુચના મુજબ જુનાગઢ જિલ્લાના ૧૬- મંડળોમાં ગઈકાલે રવિવાર ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરાયુ હતું, જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ ના અધ્યક્ષ સ્થાને કેશોદ પાનદેવ સમાજ વાડી ખાતે લાભાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ મેળવેલા લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવેલા લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપી દેશના લોકલાડીલા મુખ્યમંત્રીના દીર્ઘાયુ અર્થે પ્રાર્થના કરી હતી. એ સાથે લાભાર્થી સંવાદ કાર્યક્રમમાં આવેલા લાભાર્થીઓને ચેક વિતરણ ની સાથે આયુષ્યમાન કાર્ડ નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, એ વેળાએ જિલ્લા અધ્યક્ષ કિરીટભાઈ પટેલનાં જણાવ્યા મુજબ જિલ્લામાં આવતા ૧૬ – મંડળો પૈકી ચોરવાડ શહેર ખાતે રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવજીને અભિષેક સાથે પૂજન અર્ચન કરી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ તેમજ પોસ્ટિક આહારનું વિતરણ કરીને ઉજવણી કરવામાં આવી હતી એ સાથે માળિયા તાલુકા ખાતે વર્ણીક સમાજ વાડી હોલમાં રક્તદાન એ મહાદાન ના સંકલ્પ સાથે મહારક્તદાન શિબિર તેમજ આંખને લગતા રોગોની તપાસની સાથે ફ્રુટ વિતરણનું આયોજન કરાયું હતું જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ પોતાનું રક્તદાન કરીને મોદીની સાહેબ શ્રી ના જન્મદિવસ નિમિત્તે આહુતિ આપી હતી ,તો માંગરોળ શહેર અને તાલુકા દ્વારા ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે પણ બ્લડ ડોનેશન કેમ તેમજ ગૌશાળામાં રહેલી ગાયોને લાડુ તેમજ નીરણ આપવામાં આપીને ઉજવણી કરાવી હતી. ત્યારે કેશોદ શહેર તેમજ તાલુકા દ્વારા પાનદેવ સમાજ ખાતે લાભાર્થી સંમેલનનાં આયોજન ની સાથે શહેરમાં સફાઈ અભિયાન ગરીબ દર્દીઓને ફ્રુટ વિતરણ સર્વરોગ નિદાન કેમ્પ સહિતના અનેકવિધ કાર્યક્રમો નું આયોજન કરાયું તો બાટવા શહેરમાં ખાતે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાળકોને પૌષ્ટિક આહાર તેમજ બિસ્કીટનું વિતરણ અને માણાવદર શહેર વંથલી શહેર અને તાલુકા ખાતે જરૂરિયાતમંદોને ફળફળાદી અને નાસ્તાનું આયોજન કરાયું ત્યારે ભેસાણ તાલુકા ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ કાર્યક્રમ, ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને ફ્રુટ વિતરણ એ સાથે હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્રના લોકાર્પણ કરાયુ, જ્યારે વિસાવદર શહેર અને તાલુકામાં જરૂરિયાત મંદ વિસ્તારો તેમજ સરકારી હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ ગૌ પૂજન અને ગાયુને લાડવા ખવડાવવાની સાથે અંધ બાળકોને ફ્રુટ વિતરણની સાથે પશુ નિદાન કેમ્પનું આયોજન કરાયું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનાં સ્વાસ્થ્ય માટે પૂજા અને આરતી નું આયોજન કરવામાં આવ્યું,તો મેંદરડા તાલુકામાં આવેલ સમઢીયાળા ગામ ખાતે યોગ ભગાડે રોગ ના સંકલ્પ સાથે મહિલાઓ માટે મહા યોગ શિબિર તેમજ સફાઈ કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ નું આયોજન કરાયું જેમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓએ લાભ લીધો એ સાથે મહાદેવના મંદિર ખાતે ૩૧ કપલ એ સજાેડે બેસીને મોદી સાહેબ શ્રી ના દીર્ઘાયુ માટે યજ્ઞ કરી આહુતિ આપી, આમ જુનાગઢ જિલ્લામાં આવતા ૧૬- મંડળો અને વિવિધ દિવ્યાંગ સંસ્થાઓમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરીને દેશના પનોતા પુત્ર અને લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા સાંસદ શ્રી,ધારાસભ્યશ્રીઓ,જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ,તેમજ જૂનાગઢ જિલ્લા સંગઠનના તમામ મંડળ તેમજ મોરચાના આગેવાનો હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!