જૂનાગઢમાં ૧૮૯ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

0

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તેમજ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા પ્રોહિબિશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સામે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.કે. ઉંઝીયા અને સ્ટાફ દ્વારા પણ સતત કામગીરી કરવામાં આવી રહી છે. એ દરમ્યાન સી ડીવીઝન પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન ચોક્કસ હકિકત મળેલ કે જૂનાગઢ મધુરમ વિસ્તારમાં રહેતો કરણ અરભમભાઈ તેના સાગરીતો સાથે મળી મધુરમ વિસ્તારમાં તેના કબ્જા ભોગવટાના મકાને ઈગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ હોય અને તે સગેવગે કરવાની તૈયારીમાં છે તેવી બાતમીના આધારે સી ડીવીઝન પોલીસે આરોપીના રહેણાંક મકાને તપાસ કરતા ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની પેટીઓ નંગ-૧પ તથા છુટી બોટલો નંગ-૬ સહિત ૧૮૯ બોટલ રૂા.૭પ,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. તેમજ કરણ અરભમભાઈ ઓડેદરા, હરેશ ઉર્ફે હરીયો અરભમભાઈ ઓડેદરા અને રામદેભાઈ ભુરાભાઈ ઓડેદરા હાજર નહી મળી આવતા આ આરોપીઓ વિરૂધ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.

error: Content is protected !!