ફરાર આરોપીને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લીધો

0

જૂનાગઢ શહેરના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ એકટ કલમ ૮(સી), રર(સી), ર૯ મુજબના આ કામના આરોપી સાગર ઉર્ફે સાગરો પ્રવિણભાઈ રાઠોડ રહે.બિલખા રોડ, આંબેડકરનગર, જૂનાગઢ વાળાને ગત તા.૯-પ-ર૦ર૩ના રોજ દિન-૭ના વચગાળાના જામીન ઉપર મુકત કરવામાં આવેલ હોય અને તેને તા.૧પ-પ-ર૦ર૩ના રોજ જૂનાગઢ જીલ્લા જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ આરોપી હાજર નહી થતા ફરાર થઈ જતા તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ અને આ શખ્સને પકડવાનો હોય જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આ દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ જે.જે. ગઢવી અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આ શખ્સ તેના રહેણાંક મકાન નજીક ઉભો છે તેવી હકિકતના આધારે પોલીસ ટીમે તપાસ કરતા જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સાગર ઉર્ફે સાગરો પ્રવિણભાઈ રાઠોડને ઝડપી લઈ તેને જીલ્લા જેલ ખાતે સોંપી દેવામાં આવેલ છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર જે.જે. પટેલ તથા પોલીસ સબ ઈન્સ્પેકટર જે.જે. ગઢવી, પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.કે. ઝાલા તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઈન્સ્પેકટર વાય.પી. હડીયા તથા ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢના એએસઆઈ પુંજાભાઈ ભારાઈ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ આઝાદસિંહ સિસોદીયા, ઈન્દ્રજીતસિંહ ઝાલા, મજીદખાન પઠાણ તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઈ બડવા, દિવ્યેશકુમાર ડાભી પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

error: Content is protected !!