જૂનાગઢ જીલ્લામાં જુગાર દરોડા

0

જૂનાગઢ સી ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે મધુરમ સન સીટી-૧ પાછળ, ભગવતીનગર સોસાયટી વાળી ગલીમાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે જુગાર અંગે દરોડો પાડતા છ મહિલા સહિત આઠને જાહેરમાં જુગાર રમતા રૂા.૧૪,ર૭૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે બી ડીવીઝન પોલીસે જાેષીપરા સાબરીન સોસાયટી નજીક જાહેરમાં જુગાર રમતા છ મહિલાઓને રૂા.૬પ૧૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ ઉપરાંત વંથલી પોલીસે વંથલી તાબાના ધંધુસર ગામની સીમમાં વોકળાના કાંઠેથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.૬ર,૧૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કુલ છ શખ્સો વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ જીલ્લામાં અપમૃત્યુંના બનાવો
જૂનાગઢમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાવલાણી બિલ્ડીંગ, દાતાર રોડ, જૂનાગઢ ખાતે રહેતા રામજીભાઈ શામજીભાઈ વાઘેલા(ઉ.વ.૩૬)ને બે દિવસથી મજુરી કામ કરેલ હોય અને બે દિવસથી ઉજાગરો હોય થાકી જતા ઉંઘની ગોળીઓ ખાઈ જતા તેનું મૃત્યું થયું છે. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત અંબિકા ચોક જૂનાગઢ ખાતે રહેતા જયેશભાઈ મનોજભાઈ ચુડાસમા(ઉ.વ.રર)ને છેલ્લા ત્રણ મહિનાથી કલર કામનો ધંધો બંધ હોય જે બાબતે લાગી આવતા ઝેરી દવા પી જતા તેનું મૃત્યું થયું છે. આ ઉપરાંત જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નંદનવન રોડ, માધવ પેલેસની બાજુમાં ગણેશનગર જાેષીપરા ખાતે રહેતા ભાનુમતીબેન કાંતીલાલ ઠાકર(ઉ.વ.૮૦) છેલ્લા ત્રણ માસથી એકલા રહેતા હોય તેમના પતિ સારવાર માટે બહાર હોય જેથી કોઈપણ અગમ્ય કારણોસર પોતાની મેળે સળગી જતા તેઓનું મૃત્યું થયું છે. જયારે વિશ્વકર્મા સોસાયટી, બ્લોક નં-પ૩, મધુરમ જૂનાગઢ ખાતે રહેતા હાર્દિકભાઈ વિનોદભાઈ સુનારીયા(ઉ.વ.ર૮)ને ઝાડા-ઉલ્ટી થયેલ હોય અને સારવાર દરમ્યાન બિમારી સબબ તેમનું મૃત્યું થયું છે. જયારે શીલ તાલુકાના નગીચાણા ગામના માલદેભાઈ કાનાભાઈ પીઠીયા(ઉ.વ.૬ર)ને છેલ્લા પાંચેક વર્ષથી ડાયાબિટીશની બિમારી હોય અને પગમાં સોજા હોય જેનો દુઃખાવો સહન ન થતા અવાર-નવાર મરી જવાની વાતો કરતા હોય જેનાથી કંટાળી પોતાની મેળે પાણીના વોકળામાં પડી જઈ ડુબી જતા તેમનું મૃત્યું થયું છે. જયારે માળીયા હાટીના તાલુકાના લાડુડી ગીર ગામે મનુબેન લાખાભાઈ ઝોરા(ઉ.વ.૪પ) ઓપરેશનની દવા પીવા જતા ભુલથી નિંદામણની દવા પી જતા તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!