જૂનાગઢમાં સાતમ આઠમ પાવન તહેવાર નિમિતે જરૂરીયાતમંદ ૫૦ કુટુંબોને વિનામુલ્યે અનાજ અને મીઠાઈ તેમજ ફરસાણ વિતરણ કરાયું

0

શ્રી જૂનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ – જૂનાગઢ દ્વારા દર મહિનાનાં બીજા રવિવારે વિનામુલ્યે જરૂરીયાતમંદ કુટુંબોને અનાજ વિતરણ કરવામાં આવે છે. તો તેનાં અનુસંધાને આ વખતે સપ્ટેમ્બર મહિનામાં તા.૩-૯-૨૦૨૩ને રવિવારનાં રોજ આદર્શ પ્રાયમરી સ્કુલ, દુબડી પ્લોટ, ગરબી ચોક – જૂનાગઢ ખાતે જરૂરીયાતમંદ ૫૦ (પચાસ) કુટુંબોને ઘઉં, ચોખા, ખીચડી, ખાંડ, ચાની ભુકી, ચોખાનાં પૌવા, નિમક(મીઠું), ચટણી, હળદર, ધાણાજીરૂ, ચણાનો લોટ, મેંદાનો લોટ, ચણા, ચણાની દાળ, ન્હાવાનો સાબુ, કપડાં ધોવાનો સાબુ, કપડા ધોવાનો પાવડર, મીક્સ મીઠાઈ, મમરાની થેલી, મિકસ ચવાણું, સાદી સેવ, ફરાળી ચેવડો, નાયલોન ગાંઠીયા, પારલે બિસ્કીટ એમ કુલ ૨૪ (ચોવીસ) આઈટમ આપવામાં આવી હતી. આ અનાજ અને મીઠાઈ તેમજ ફરસાણ વિતરણનાં પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જૂનાગઢનાં પુર્વ મેયર આદ્યાશકિતબેન મજમુદાર, અગ્રણી બિલ્ડર ઈકબાલભાઈ મારફતીયા, ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ-જૂનાગઢનાં ટ્રસ્ટી વિજયભાઈ મિશ્રાણી, અતિથિ વિશેષ તરીકે જૂનાગઢનાં ટેક્ષ કન્સલ્ટન્ટ ચંદુભાઈ લોઢીયા, સમાજ સેવક ડો. નિરવભાઈ મારડીયા, કેસરી દૈનિક – ગાંધીનગરનાં બ્યુરોચીફ સંજયભાઈ પંડયા, વજુભાઈ ઘકાણ, ભાર્ગવભાઈ માંડલીયા, રમણીકભાઈ ચલ્લા, મહિલા અગ્રણી ર્નિમળાબેન ઘકાણ, ચેતનાબેન પંડ્યા, જયશ્રીબેન ગાલોરીયા, નિશાબેન ગોંદીયા, કિરણબેન ઉનડકટ, રમીલાબેન ઘુચલા, રોશનીબેન ઘુચલા, વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અનાજ, મીઠાઈ અને ફરસાણ વિતરણનાં પ્રસંગે તમામ ઉપસ્થિત મહેમાનોએ આ સંસ્થાની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી. આ અનાજ, મીઠાઈ અને ફરસાણ વિતરણનાં પ્રસંગે જૂનાગઢનાં નામી અનામી તેમજ બહાર ગામથી પણ દાતાઓનો સહકાર મળ્યો હતો. આ સેવાકીય કાર્યને સફળ બનાવવાં સંસ્થાનાં પ્રમુખ નરેન્દ્ર ઘુચલાએ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!