જૂનાગઢની આર. એસ. કાલરિયા પ્રાયમરી સ્કુલમાં સમર્પણ સેતુ કાર્યક્રમ યોજાયો

0

જુનાગઢની આર. એસ કાલરિયા પ્રાયમરી સ્કુલ તેમજ શ્રી પટેલ કેળવણી મંડળ ઓફ ટેકનોલોજી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩માં જન્મદિવસના પ્રસંગે સમર્પણ સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જુનાગઢ મહાનગર પાલિકા તેમજ જિલ્લા વહિવટીતંત્રના સહયોગથી વિવિધ જનહિત માટેની સેવાઓનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્યની પ્રેરણાથી વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરવાની સાથે રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો.
જૂનાગઢ શહેરી વિસ્તારના લોકોને આરોગ્ય વિષયક તેમજ અન્ય જરૂરી સેવાઓ જેમાં જાતિ પ્રમાણપત્ર, નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર, આવકનો દાખલો, સિનિયર સિટીઝન પ્રમાણપત્ર, નિરાધાર વૃદ્ધ સહાય, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ઇન્દીરાગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, રાશનકાર્ડમાં નામ દાખલ-નામ કમી-સુધારો-વધારો, પીંક કાર્ડ, ગ્રે કાર્ડ, હક્કપત્રક વારસાઇ નોંધ અરજી સ્વીકારવી તેમજ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ, હેલ્થ વેલનેશ કાર્ડ, ડાયબીટીશ/બી.પી. ચકાસણી, જન્મ-મરણ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, કસ્તુરબા પોષણ સહાય યોજના, આધારકાર્ડ, જાતિ અંગેના દાખલા, વિકલાંગ, એસ. ટી. પાસ, બેંક ખાતા અંગે વગેરે જેવી પ્રાથમિક સેવાઓ એક જ દિવસમાં મળી રહે તેવા સરકારના ઉમદા આશયથી આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમ દરમિયાન સાંસદસભ્ય રાજેશભાઇ ચુડાસમાએ તેમના વક્તવ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને સમર્પણ સેતુ અંતર્ગત આવતી વિવિધ સેવાઓની મહત્તા દર્શાવી હતી. ધારાસભ્યશ્રી સંજયભાઇ કોરડીયાએ કાર્યક્રમનો હેતુ અને નાગરીકોની સેવાઓનો વ્યાપ વધારવાના સરકારના ઉદ્દેશ્ય અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં લોકસેવાના કાર્યો જણાવી તેના લાભો છેવાડાના લોકો સુધી મળી રહ્યા છે તેમ જણાવી સેવાસેતુના માધ્યમથી એક જ સ્થળે અરજદારોને તેની અરજીઓનો નિકાલ આવશે તેમ જણાવ્યુ હતુ. આ કાર્યક્રમના અસરકારક અમલ માટે સંગઠનના કાર્યકરો, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર તેમજ સામાજીક સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો. તેમણે આ સેવાઓ મહિલાસશક્તિકરણ માટે ખૂબ જ ઉપયોગી થશે એમ જણાવ્યુ. કાર્યક્રમનો શુભારંભ દિકરીઓ દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!