રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક નિતેષ પાંડેય દ્વારા ‘‘ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડે-૨૦૨૩’’ ની ઉજવણીના ભાગરૂપે દરીયાકાંઠા વિસ્તારમાં સાફ સફાઇ અભિયાનમાં જાેડાવા અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હતુ.
એસ.ઓ.જી. તથા સ્થાનીક પોલીસ સ્ટેશનની ટીમો બનાવી, સાગર રક્ષક દળના જવાનો, સ્થાનીક પર્યાવરણ પ્રેમી આગેવાનો, યુવાનો તથા વિદ્યાર્થીઓને સાથે રાખી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ દરીયાકાંઠા વિસ્તારમાં દરીયાઇ જીવસૃષ્ટીને નુક્સાન કરતા પ્લાસ્ટીકનો કચરો તથા અન્ય પ્રદુષીત કચરાઓનો યોગ્ય નિકાલ કરવામાં આવેલ હતો અને ભવિષ્યમાં આવા પ્રદુષીત કચરાથી અમુલ્ય દરીયાઇ જીવસૃષ્ટીને થનારા નુક્સાન બાબતે યુવાઓને સમજ કરી અને જાગૃતતા અંગેનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. પર્યાવરણ પ્રેમીઓ સાથે દરીયાઇ જીવસૃષ્ટીને થતા નુક્શાન બાબતે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવેલ અને આગામી સમય વધુમાં વધુ લોકો આ અભિયાનમાં જાેડાય અને પર્યાવરણના રક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે માટે દેવભૂમિ દ્વારકા પોલીસ તરફથી પ્રયાસ હાથ ધરવામાં આવેલ હતો.