વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે પોરબંદરના સાંસદ દ્વારા જગતમંદિરમાં કુંડલા ભોગ મનોરથ યોજાયો

0

ભાજપના કાર્યકરો દ્વારા કેક કાપી એકબીજાને શુભેચ્છા પાઠવી : શહેર ભાજપ સંગઠન દ્વારા સ્લમ વિસ્તાર તથા હોસ્પીટલમાં જરૂરીયાતમંદોને છુટ વિતરણ કરાયું

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની દ્વારકા ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મોદીના જન્મદિવસ પ્રસંગે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક પરિવારે દ્વારકાધીશના જગતમંદિરના ઉન્નત શિખર પર નૂતન ધ્વજારોહણ કર્યુ હતું તેમજ જગતમંદિરે ઠાકોરજીને કુંડલા ભોગ મનોરથ યોજાયો હતો. આ પ્રસંગે દ્વારકા શહેર ભાજપ સંગઠન દ્વારા શહેર પ્રમુખ વિજય બુજડના માર્ગદર્શન હેઠળ સાંસદની ઉપસ્થિતિમાં કેક કાપી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. શહેર ભાજપ દ્વારા સ્લમ વિસ્તાર તથા હોસ્પીટલમાં જરૂરીયાતમંદોને ફ્રુટ વિતરણ પણ કરવામાં આવેલ. આ પ્રસંગે દ્વારકાધીશ સન્મુખ મોદીજીના દિઘાર્યુ માટે ભાજપના કાર્યકરો તથા સાંસદ રમેશભાઈ ધડુક પરિવાર દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો જાેડાયા હતા ઉત્સાહપૂર્વક વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

error: Content is protected !!