Saturday, September 23

જગદ્‌ગુરૂ શંકરાચાર્યજી બ્રહ્મલીન સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજશ્રીનાં જન્મ શતાબ્દી પાટોત્સવની ઉજવણી

0

સ્વતંત્રા સંગ્રામ સેનાની પૂજ્યપાદ અનંતશ્રીવિભૂષિત જ્યોતિષપીઠાધીશ્વર એવં દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્‌ગુરૂ શંકરાચાર્ય બ્રહ્મલીન સ્વામીશ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજશ્રી નો જન્મ શતાબ્દી પ્રાટોત્સવ વિક્રમ સં. ૨૦૭૯ ભાદરવા સુદ ત્રીજ (કેવડા ત્રીજ) આજ તા. ૧૮ ૦૯/૨૦૨૩ સોમવારના સમપત્ર થશે. પૂજ્યપાદ અનંતશ્રીવિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્‌ગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રી પાવન સાનિધ્યમાં જન્મોત્સવ ભવ્યતા થી ઉજવવામાં આવશે. આ પાવન જન્મોત્સવમાં ભગવાન ચંદ્રમૌલીશ્વર રુદ્રાભિષેક, પ્રભુશ્રી દ્વારકાધીશજીની ધ્વજાજીનું પૂજન એવં પૂજ્યપાદશ્રી જગદ્‌ગુરુ શંકરાચાર્યજીનું પાદુકા પૂજન, ગુગ્ગળી જ્ઞાતિ ૫૦૫ સમસ્ત બ્રહ્મભોજન, પ્રભુશ્રી દ્વારકાધીશજી અન્નકુટ ઉત્સવ, શ્રીશારદાપીઠ વિદ્યાસભા સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા ધાર્મિક ઉત્સવો શ્રીશારદાપીઠ ખાતે સમપન્ન થવાના છે. ઉપરોક્ત કાર્યક્રમમાં સમગ્ર સનાતનધર્માનુરાગી ગુરૂભક્ત ને સહપરિવાર ઈષ્ટમિત્ર સાથે પધારવા શ્રીશારદાપીઠ પરિવાર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

error: Content is protected !!