Monday, September 25

ખંભાળિયાના શિરેશ્વર લોકમેળામાં બીજા દિવસે હજારોની જનમેદની ઉમટી

0

ખંભાળિયા નજીકના શક્તિનગર વિસ્તારમાં દર વર્ષે ભાદરવા સુદ ત્રીજ-ચોથ-પાંચમના લોકમેળાનો પ્રારંભ સોમવારથી થયો છે. ગઈકાલે બીજા દિવસે શિરેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં મેળાની મોજ માણવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અહીં વિવિધ પ્રકારની રાઈડ્‌સ, મનોરંજનના સાધનો, ખાણીપીણીની મોજ મોડી રાત્રે સુધી લોકોએ માણી હતી. લોકમેળા માટે ગ્રામ પંચાયત, પોલીસ વિભાગ તથા સરકારી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આવતીકાલે ગુરૂવાર તા. ૨૧ મીના રોજ આ લોકમેળાની મંગલ પૂર્ણાહુતિ થશે.

error: Content is protected !!