Thursday, September 28

ખંભાળિયામાં વિવિધ સ્થળોએ દુંદાળા દેવને સ્થાપિત કરાયા

0

વિઘ્નહર્તા દેવ ગણેશજીના મહાપર્વ એવા ગણેશોત્સવ નિમિત્તે મંગળવારે ખંભાળિયામાં અનેકવિધ સ્થળોએ ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું હતું. અહીંના સતવારા વાડ ખાતે જાણીતા એકતા યુવક મંડળ દ્વારા પાંચ દિવસના ગણપતિ સ્થાપિત કરવામાં આવ્યા છે. જેને યુવાનોએ વાજતે ગાજતે અહીં લાવી અને ધાર્મિક વિધિથી પૂજન અર્ચન સાથે ગણેશ સ્થાપન કરવામાં આવ્યું હતું. અહીંના નવાપરા યુવક મંડળ દ્વારા નવાપરા, શેરી નંબર ૬ ખાતે ૧૧ દિવસના ગણપતિ લાવવામાં આવ્યા છે. અહીં દરરોજ વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ સાથે અત્રેના જલારામ ચોક ખાતે જૂની મહાજન વાડીમાં પણ ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું છે. શહેરના રામનાથ સોસાયટી, નવાપરા શેરી નંબર ૧,
ખોડીયાર ચોક સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે.

error: Content is protected !!