જૂનાગઢ સહિત જીલ્લા વિવિધ તાલુકામાં અનરાધા વર્ષા બાદ આજે મેઘરાજાનો વિરામ

0

સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરાપ પરંતુ વરસાદ ગમે ત્યારે તુટી પડવાના આગાહી

જૂનાગઢ સહિત જીલ્લાના વિવિધ તાલુકામાં રવિવારની રાત્રીના એક વાગ્યાથી અને સોમવારે એટલે ગઈકાલે બપોર સુધી વરસાદ અનરાધાર વરસ્યો છે અને ફરી એકવાર સર્વત્ર પાણીપાણી કરી દેવામાં આવેલ હતું. ગઈકાલે બપોર સુધી ભારે અનરાધાર વર્ષા વરસતા જૂનાગઢ જીલ્લાના વિવિધ તાલુકામાં સારો એવો વરસાદ પડયો હતો. આજે સવારે પુરા થતા છેલ્લા ર૪ કલાક દરમ્યાન સત્તાવાર રીતે પ્રાપ્ત થયેલા આંકડા અનુસાર માણાવદર દોઢ ઈંચ, વંથલી ૬ ઈંચ, જૂનાગઢ ગ્રામ્ય અને સિટી વિસ્તારમાં ૪ ઈંચ, ભેંસાણ પોણા ત્રણ ઈંચ, વિસાવદર ૧ર ઈંચ, મેંદરડા ૮ ઈંચ, કેશોદ ૧ ઈંચ, માંગરોળ ર ઈંચ, માળીયા હાટીના સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. આજે મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ લાગે છે. જાેકે, આજના દિવસ માટે કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની શકયતા જાેવા મળી રહી છે. દરમ્યાન ગઈકાલે પડેલા અનરાધાર વરસાદના કારણે જૂનાગઢ શહેરમાં અનેક વિસ્તારોમાં જળહોનારતની શકયતા જાેવા મળી હતી અને એક તકે તો લોકોના જીવ પણ પડીકે બંધાયા હતા. જૂનાગઢના કાળવાનો વોકળો, રાયજીબાગ નજીકનો વોકળો તેમજ ઝાંઝરડા રોડ ઉપર આવેલો અંડરબ્રિજ બે કાંઠે થયો હતો. જલારામ સોસાયટી, રાયજીબાગ, દુર્વેશનગર સહિતના વિસ્તારોમાં પાણીનું પુર પ્રસરી જાય તેવી નોબત આવી હતી. દરમ્યાન લાંબી મથામણ બાદ નરસિંહ મહેતા સરોવરમાં પાણી છોડવાનો નિર્ણય લીધો હતો અને ત્યારબાદ આ પાણી તળાવમાં રહ્યું ન હતું અને બધુ પાણી દ્વારકાધીશ માર્કેટ નીચેથી સાવ સાંકડા વોકળામાંથી પસાર થઈ અને અલ્કાપુર અને ત્યાંથી ઝાંઝરડા રોડ અંડરબ્રિજમાં પાણી ભરાયું હતું અને થોડીવારમાં જ તળાવનું પાણી અલ્કાપુરી માર્ગ ઉપર નદીના ભારે પ્રવાહની વહેવા લાગ્યું હતું. જેના પરિણામે અંડરબ્રિજ અને અલ્કાપુરી માર્ગ બંધ થયો હતો. વાહનો ગિરીરાજ સોસાયટી તરફ ફંટાતા ટ્રાફીક જામ થયો હતો. આ દરમ્યાન ઝાંઝરડા રોડ ગરનાળા પાસે એક ખાનગી કોલેજની બસ ચાર કલાક સુધી ફસાઈ ગઈ હતી. અતિસય વરસાદને કારણે દર વખતે નદીઓના અને વોકળાના પુર જૂનાગઢ શહેરમાં ફરી વળતા ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે સત્તાધીશોની બેજવાબદારભરી અણઆવડત જવાબદાર હોવાનું બહાર આવેલ છે ત્યારે લોકોનો રોષ પણ ફાટી નીકળ્યો છે.

error: Content is protected !!