જૂનાગઢ શહેરના ખરાબ રસ્તાનું એક દ્રશ્ય : સમસ્યામાંથી છુટકારો થતો નથી

0

જૂનાગઢ શહેરને જાણે કોઈના પાપે અને સત્તાધિશોની અપઆવડતના પરિણામે જાણે કોઈએ શ્રાપ આપ્યો હોય તેમ આ શહેરના વિવિધ રસ્તાઓ, સોસાયટી, મોહલાઓની હાલત કયારે પણ સુધરી નથી. આજે સૌરાષ્ટ્ર ભૂમિ અખબારને શહેરના રસ્તાઓની કેવી હાલત છે તે અંગેની કેટલીક તસ્વીરો પ્રાપ્ત થઈ છે જે અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. જૂનાગઢ શહેરના ટ્રાફિકથી ધમધમતા વણઝારી વિસ્તાર, નવા નાગરવાડા વિસ્તારના કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો છે. જેમાં ચોખ્ખું જણાઈ આવે છે કે આ વિસ્તારની શેરીઓ, ગલીઓની રસ્તાની હાલત કેવી ખરાબ છે. વાહન પસાર કરવું કે પગપાળા જવું કેટલું દુષ્કર બની ગયું છે તે આ દ્રશ્યો ઉપરથી સમજાય જાય તેમ છે. સત્તાધિશોએ આ વિસ્તારની મુલાકાત લઈ રસ્તાની કાયાપલટ માટે નક્કર કામગીરી કરવાની માંગણી ઉઠી છે.

error: Content is protected !!