વિઘ્નહર્તા દેવ અને રિધ્ધીસિધ્ધીના દાતા ભગવાન ગણેશજીની સવારી આવી પહોંચી : ગણેશજીના મંદિરોમાં ભાવિકોની દર્શનાર્થે ભીડ

0

જૂનાગઢમાં ઠેર-ઠેર ગણપતિ ઉત્સવની ઉજવણીનો માહોલ

આજે અંગારકી ચોથ અને સાથે ગણેશ ચતુર્થીનો પાવનકારી પર્વ હોય અને શુભ સહયોગ સર્જાયો છે. ત્યારે આજથી જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ગણપતિ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આજે જયોતિષની દ્રષ્ટીએ ઉત્તમ યોગ સર્જાયો છે. જેમાં રવિ યોગની સાથે સર્વાથે સિધ્ધી યોગ રચાયો છે અને બપોરે ૧ઃ૪૩ વાગ્યા સુધી જ ચોથ હોવાથી આજે ભગવાન ગણેશજીનું ત્યાર પહેલા જ સ્થાપન કરી અને વિધીવત રીતે ગણપતિ ઉત્સવનો પ્રારંભ થયો છે. ભગવાન ગણેશજીનું સ્થાન સર્વે દેવોમાં આગવું અને અનેરૂ છે. રિધ્ધીસિધ્ધીના દાતા અને વિઘ્નહર્તા દેવ તરીકે ભગવાન ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય હોય તો શરૂઆતમાં પ્રથમ ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે અને શુભ કાર્ય થતા હોય છે. આજે ગણેશ ચતુર્થી નિમિતે ભગવાન ગણેશજીના મંદિરોમાં ભાવિકો ઉમટી પડયા છે અને ઘરે-ઘરે પણ ભગવાન ગણેશજીને ચુરમાના લાડુનો પ્રસાદ ધરાવી ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે.(તસ્વીર ઃ જયેશ મહેતા)

error: Content is protected !!