જૂનાગઢ જીલ્લાના કેશોદ, બાંટવા અને ચોરવાડ પંથકમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર કેશોદ પોલીસે ગઈકાલે શેરગઢ કૃષ્ણનગર સીમ વિસ્તારમાં રાવતભાઈ બાલુભાઈ સીસોદીયાના કબ્જા ભોગવટાના ખેતરમાં રહેણાંક મકાનમાં જુગાર અંગે દરોડો પાડતા ૧૦ શખ્સોને કુલ રૂા.૬૩ હજારના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત બાંટવા પોલીસે પાજાેદ ગામે જુગાર અંગે દરોડા પાડતા જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને રૂા.ર૮૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ ઉપરાંત ચોરવાડ પોલીસે ચોરવાડ ગામે ખડાવાડી વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા નવ શખ્સોને રૂા.પપ,૧૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે અન્ય એક દરોડામાં ચોરવાડ પોલીસે ખેરા ગામે જુગાર અંગે દરોડો પાડતા છ શખ્સોને જાહેરમાં જુગાર રમતા રૂા.૧૩,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે.
જૂનાગઢ : આનંદ ડાયઝ ઈન્ડસ્ટ્રીજ પ્રા.લી. નામના બંધ કારખાનામાંથી રૂા.ર૭,પ૦૦ની ચોરી
જૂનાગઢ દોલતપરા ઈવીએમ વેર હાઉસની બાજુમાં દક્ષીણે આવેલ આનંદ ડાયઝ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લીમીટેડ નામના બંધ કારખાનામાંથી ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે કનકસિંહ નવલસિંહ જેઠવા દરબાર(ઉ.વ.પ૬) રહે.સી-૬, વિવેકાનંદ સોસાયટી, માહી ડેરી પાસે વાળાએ અજાણ્યા ચોર શખ્સ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના કોઈ અજાણ્યા ચોર ઈસમ સરકાર હસ્તની જૂનાગઢ શહેરના સર્વે નંબર ૪ર પૈકી એ.૧-૦૯ ગુઠા વાળી જમીનમાં આવેલ આનંદ ડાયઝ ઈન્ડસ્ટ્રીજ પ્રા.લી. નામના બંધ કારખાનાનો મુખ્ય દરવાજાે મીજાગરા સાથે આશરે કિ.રૂા.પ૦૦૦ તથા કારખાનાના બિલ્ડીંગમાં રહેલ બારીઓમાંથી આશરે ૩પ જુનવાણી ફ્રેમ સાથેની બારીઓ જેની આશરે કિ.રૂા.૧૭,પ૦૦ તથા બિલ્ડીંગમાં રહેલ દરવાજાઓમાંથી કુલ-૧૦ જુવાણી બારસાંખ સાથેના દરવાજા જેની આશરે કિ.રૂા.પ૦૦૦ મળી કુલ કિ.રૂા.ર૭,પ૦૦ની ચોરી કરી લઈ જઈ તેમજ કારખાનાની પુર્વ દિશાએ આવેલ દિવાલમાં આશરે રપ થી ૩૦ ફુટ જેટલી કંપાઉન્ડ દિવાલ તોડી નુકશાની કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ તાલુકાના વાલાસીમડી જુના ગામમાંથી રહેણાંક મકાનમાં ચોરી
જૂનાગઢ તાલુકાના વાલાસીમડી જુના ગામમાં ચોરીનો બનાવ બનવા પામેલ છે. આ અંગે ભુપતભાઈ ઉર્ફે બોઘો મગનભાઈ સુરેલા(ઉ.વ.૩પ)એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદીના મકાનમાંથી રોકડ રૂપીયા ૩૭ હજાર તથા સોનાના દાગીના, કાનમાં પહેરવાની બુંટી બે, સળઈ બે મળી કુલ રૂા.૮૭ હજારની મત્તાની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે. મકાનનું જાળીયું કાઢી અને ઘરની અંદર પ્રવેશ કરી ચોરે ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા તાલુકા પોલીસે તપાસની કામગીરી હાથ ધરી છે.
જૂનાગઢના જેનેલી શોપીંગ સેન્ટરમાં આવેલ રવેશ ઉપરથી પડી જતા સારવાર દરમ્યાન મૃત્યું
જૂનાગઢ શહેરમાં આવેલ જેનેલી શોપીંગ સેન્ટરમાં આવેલ રવેશ ઉપરથી પહેલા માળેથી ચક્કર આવતા પડી જતા જાેરૂભા માનસિંહ ચૌહાણ(ઉ.વ.૬૦)ને સારવાર માટે સરકારી હોસ્પિટલ જૂનાગઢ ખાતે દાખલ કરવામાં આવેલ. જયાં સારવાર દરમ્યાન ફરજ ઉપરના ડોકટરે તેમને મૃતપાય જાહેર કરતા એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિસાવદર : દુઃખાવાથી કંટાળી એસિડ પી જતા મૃત્યું
વિસાવદરના જીવાપરા વિસ્તારમાં રહેતા રેખાબેન મગનભાઈ ભેંસાણીયા(ઉ.વ.૪૦)ને હાથ-પગના સાંધા તથા કમર તથા માથાનો દુઃખાવો હોય અને શરીરે દુઃખ થતું હોય જેથી કંટાળી પોતાની મેળે રહેણાંક મકાને એસિડ પી જતા તેમનું મૃત્યું થયું છે. વિસાવદર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.