Saturday, September 23

શ્રી કેશવ કો ઓપરેટીવી ક્રેડીટ સોસાયટી દ્વારા અભ્યાસ વર્ગ યોજાયો

0

શ્રી કેશવ કો ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી જૂનાગઢના સંચાલક મંડળ તથા ૨૨ શાખાઓની શાખા વિકાસ સમિતિના સભ્યોનો અભ્યાસ વર્ગ તા.૧૭-૯-૨૦૨૩ને રવિવારના રોજ સવારે ૯ થી સાંજે ૫ સુધી કડવા પાટીદાર સમાજ, ધોરાજી ખાતે રાખવામાં આવેલ હતું. જેમાં ઉદઘાટક તરીકે રાજકોટ જીલ્લા આચાર્ય સંઘના પૂર્વ પ્રમુ જે.જે.વિરાણી તથા અતીથી વિશેષ તરીકે સહકાર ભારતીના રાટ્રીય સહ મહીલા પ્રમુખ સંગીતાબેન ટેડુલકરે ખાસ હાજરી આપેલ હતી. સોસાયટીના સંચાલક મંડળ તથા શાખા વિકાસ સમીતીના સભ્યોને કામગીરીમાં વેગ મળે તે હેતુથી અલગ-અલગ સત્રો દ્વારા વિનોદભાઈ બરોચીયા તથા ડિરેકટરઓએ માર્ગદર્શન આપેલ તેમજ આગામી વર્ષ ૨૩-૨૪ માટે આયોજન કરવામાં આવેલ. અભ્યાસ વર્ગમાં સોસાયટીનાં ચેરમેન રમેશભાઈ સાવલીયા, વાઈસ ચેરમેન હરજીવનભાઈ ઢોલરીયા, એમ.ડી. નરેન્દ્રભાઈ ભુત, જાે.એમ.ડી. ચીમનભાઈ ડોબરિયા તથા સ્થાપક ચેરમેન વિનોદભાઈ બરોચીયા સહિત કુલ ૧૫૦થી વધારે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અભ્યાસ વર્ગનુ સંચાલન ડીરેકટર ભીખુભાઈ પાંભરે કર્યુ હતું. અભ્યાસ વર્ગને સફળ બનાવવા ધોરાજી શાખા વિકાસ સમિતિના સભ્યો તથા કર્મચારીગણ ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!