જૂનાગઢમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ યુવા સંગઠનની બેઠક મળી

0

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જૂનાગઢ પ્રમુખ ધીરૂભાઈ ગોહેલના અધ્યક્ષ સ્થાને શ્યામવાડી જૂનાગઢ ખાતે તા.૧૬-૯-૨૦૨૩ શનિવારના રોજ યુવા સંગઠનની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં સમાજના ટ્રસ્ટ્રી, વિભાગીય પ્રમુખ, ઉપપ્રમુખ, સેવા સંસ્થાના ભાઈઓ, શ્યામ મહિલા મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી તેમજ કારોબારી સભ્યો અને બહેનો તેમજ જ્ઞાતિના ભાઈઓ-બહેનો તેમજ કાર્યકર્તાએ ઉસ્તાહ સાથે હાજરી આપેલ હતી. યુવા સંગઠનની પ્રથમ બેઠકમાં યુવા સંગઠન જૂનાગઢના આશિષભાઇ કાચા દ્વારા માઈકનું સંચાલન કરવામાં આવેલ અને યુવા સંગઠનના સહસંસ્થાપક વરૂણભાઇ ચાવડા દ્વારા દરેક આગેવાનો તેમજ મંચસ્થ મેહમાનો તેમજ જ્ઞાતિજનોનું શબ્દો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ શ્યામ સંગઠન જૂનાગઢના સંસ્થાપક વિવેકભાઈ ધીરૂભાઈ ગોહેલ દ્વારા યુવા સંગઠન દ્વારા વર્ષોથી થતા કાર્યોની જાણ સમાજને આપવામાં આવેલ હતી. ત્યારબાદ મંત્રી દિનેશભાઇ કાચા, જે.કે ચાવડા, કિશોરભાઈ ચોટલીયા તેમજ જ્ઞાતિના વક્તાઓ દ્વારા યુવા સંગઠનને માર્ગદર્શન આપવામાં આવેલ હતું. તેમજ શ્યામ મહિલા મંડળના કંચનબેન ચૌહાણ તેમજ જીગ્નાબેન ચોટલીયા દ્વારા પોતાનું વક્તવ્ય આપવામાં આવેલ હતું. યુવા સંગઠનના સંસ્થાપક વિવેકભાઈ ગોહેલ તેમજ સહસંસ્થાપક વરૂણભાઈ ચાવડા દ્વારા જૂનાગઢ શ્યામ યુવા સંગઠનના પ્રથમ પ્રમુખ તરીકે મોહિતભાઈ પ્રવીણભાઈ ટાંકની વરણી સર્વાનુમતે કરવામાં આવેલ અને મોહિતભાઈ ટાંકને યુવા સંગઠનના પ્રમુખ તરીકે દરેક લોકોએ સન્માન કરીને વધાવ્યા હતા. શ્યામ યુવા સંગઠનની ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષ પણ નવરાત્રી મહોત્સવ-૨૦૨૩નું ગ્રીન સિટી જૂનાગઢ ખાતે કરવામાં આવશે જેની માહિતી યુવા સંગઠનના સંસ્થાપક વિવેકભાઈ ગોહેલ દ્વારા આપવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમ ખુબ જ સરસ રીતે પૂર્ણ થયેલ યુવા સંગઠનના અને જૂનાગઢ સમાજના દાતા હરદેવભાઈ પરમાર દ્વારા આભારવિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરેલ અને હવે શ્યામ યુવા સંગઠનને પ્રમુખ મોહિતભાઈ ટાંકના નેજા હેઠળ સમગ્ર સંગઠનના સભ્યોની વરણી કરવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ હતું.

error: Content is protected !!