માણાવદર શહેરમાં બે દિવસથી મેઘરાજાની મહેરબાની થઈ છે તેના વચ્ચે ગણેશોત્સવના મોટા મહોત્સવ સમા કાર્યક્રમોની ધમાકેદાર શરૂઆત શહેરીજનોએ ગણેશજીની નાનાથી વિશાળ કદની મુર્તીઓ પધરાવી વાજતે ગાજતે પધરામણી ઠેર ઠેર કરાય છે. બાવાવાડી, રસાલાડેમ, એસબીએસ પાછળ, સ્ટેશન પ્લોટ સહિત અનેક ઘરોમાં સ્વયં સ્થાપન કરી પુજન-અર્ચન કર્યુ છે. જેમાં સૌથી વધુ ધાર્મિક, સામાજીક તથા ખાસ કરીને ગૌસેવા માટે શરૂ થયેલ અનસુયા ગૌ ધામ સ્ટેશન પ્લોટ ખાતે ચાલુ વરસાદે ગણેશજીની મુર્તિ વાજતે ગાજતે સ્થાપન કરીને ગણેશ મહોત્સવનો પ્રારંંભ કર્યો છે. જેમાં સાંજે સત્યનારાયણની કથા જેમાં ગીર ગાયના શુધ્ધ ઘીના લાડુ, કથામાં પણ શુધ્ધ ઘીનો શીરો, દિવો-પુજન-અર્ચનમાં સાંસ્કૃતિત રીતે કરાયું. સાંજે સુંદરકાંડના પાઠ તથા ભજન-કિર્તનની રમઝટ બોલાવી જમાવટ કરી હતી ત્યાં મેઘો મહેરબાન થયો હતો છતાં ચાલુ વરસાદે અનસુયા ગૌધામના મેઘનાબેન શેઠ, હિતેનભાઈ શેઠ, હરેશભાઈ તથા તેમની ટીમે કાર્યક્રમો ચાલુ રાખી ધર્મ કર્મથી મોટું કાંઈ નથી તે સાબીત કર્યુ હતું.