ગુજરાતના સુપ્રસિદ્ધ કથાકાર અને જાણીતા ભાગવતાચાર્ય પૂજ્ય જીજ્ઞેશદાદાના પિતાશ્રી ભાઈશંકરભાઈ નાનાલાલ ઠાકર(ઉ.વ.૭૪)નું તા.૧૬ના રોજ હાર્ટએટેકને લીધે નિધન થયું છે. જેમની પ્રાર્થનાસભા અમદાવાદ ખાતે રાખવામાં આવી હતી અને આગામી તા.૨૩ને શનિવારના રોજ બપોરે ૩ થી ૫ દરમ્યાન પોતાના માદરે વતન અમરેલી જીલ્લાના કેરીયાચાડ મુકામે પણ પ્રાર્થનાસભા રાખવામાં આવી છે. સ્વર્ગીય ભાઈશંકરભાઈ ઠાકરનું જીવન શાંત, કર્તવ્યનિષ્ઠ, કર્મનિષ્ઠ અને ધાર્મિક અને આધ્યાત્મિક હતું. તેઓએ પોતાના જીવનકાળ દરમ્યાન ખૂબ સંઘર્ષ વેઠીને પરિવારનું જતન કર્યું હતું. તેઓના સિદ્ધાંત, આદર્શો, નખશિખ પ્રામાણીકતા અને નિત્તિમતાને કારણે જ પૂ.જીજ્ઞેશદાદા જેવા શ્રેષ્ઠ ભાગવતાચાર્યની ભેટ આ દુનિયાને મળી છે. તેઓના આત્માની શાંતિ માટે અને રાધે.. રાધે.. પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે સૌ લોકો પ્રાર્થના કરી રહ્યા છે.