દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના એનિમલ એમબુલન્સની સફળ કામગીરી
તાલાળા તાલુકાના બોરવાવ ગામે રાકેશભાઈની ગાય કંબોઈથી પીડાતી હતી તે કેસ મળતાની સાથે ગઈકાલે બપોરે દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના બોરવાવ અને ધવા એનિમલ એમ્બ્યુલન્સના કર્મચારીઓ તુરંત ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા ઓપરેશનની જરૂર જણાતા દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના બોરવાવ અને ધવા એનિમલ એમ્બ્યુલન્સના ડોક્ટર વિશાલ ડોડીયા અને ડોક્ટર નિકુંજ સોલંકી અને પાયલોટ કમ ડ્રેસર જેસાભાઈ દ્વારા ખૂબ જ સાવચેતીપૂર્વક અને સતર્કતાથી ઓપરેશન અને સારવાર કરી છેવટે બે કલાકથી પણ વધારે સમયની મહેનત બાદ કંબોઈનું સફળાપૂર્વક ઓપરેશન કરી ગાયને પિડામુક્ત કરી હતી. આમ, ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાનાં બોરવાવ અને ધાવા દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના એનિમલ એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક અબોલ પશુનો જીવ બચાવવામાં આવ્યો હતો. તેમજ ખૂબ જ સારૂ સેવાનું કામ કરવામાં આવ્યું હતું. ગીર-સોમનાથ જિલ્લાનાં પ્રોગ્રામ મેનેજર ડો. તાલિબ હુસૈન અને જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર જયેશભાઈ શર્મા દ્વારા ગીર-સોમનાથ જિલ્લા તાલાલા તાલુકાની બોરવાવ અને ધાવા દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાનાને ખાસ વિનંતી કરવામાં આવે છે કે કોઈપણ જીવ રખડતો ભટકતો હોય અને કોઈપણ તકલીફથી પીડાત હોય તો તુરંત જ ૧૯૬રમાં કોલ કરી એનિમલ એમ્બ્યુલન્સ બોલાવી અબોલ પશુ પક્ષીઓના જીવ બચાવવાના અભિયાનમાં સેવા રૂપ થવા અપીલ કરાય છે.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)