શાળાના ૫૦ બાળકો પ્રધાન યજમાન બન્યા અન્ય મહેમાનો સહ યજમાન
સત્ય પ્રેમ અને કરૂણાના વાહક ચિત્રકૂટધામ તલગાજરડાની વિશ્વ વિભૂતિ પ્યારા મોરારી બાપુની જન્મ સ્થળી અને કર્મ ભૂમિ પ્રાથમિક શાળા તલગાજરડામાં માણાવદરના ભૂદેવો દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે ૨૫ કુંડી શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞ તા.૧૭-૯-૨૦૨૩ને રવિવારે સવારે ૮ થી બપોરના ૧૨ વાગે સંપન્ન થયો હતો. તલગાજરડાની શાળા પરિસરમાં શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞની ધજા અને આસોપાલવના તોરણોથી સુશોભિત શાળાની સન્મુખ ગોધનની સાક્ષીએ શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞનો પ્રારંભ થયો હતો. ચંદન તિલક અને કંકણ બંધનથી શોભતા શાળાના બાળકો, આચાર્ય ઉદયનભાઈ પંડ્યા, ઉપાઆચાર્ય કલ્પેશભાઈ પંડ્યા, શાળાના શિક્ષકો, તલગાજરડાના પ્રથમ નાગરિક અને યુવાન સરપંચ ભોળાભાઈ કળસરિયા, બ્રહ્મ સમાજ મહુવાના અગ્રણી અને પૂજ્ય મોરારી બાપુના વિધા ગુરૂ પૂજ્ય રામ શંકરભાઈ ભટ્ટના પુત્ર નરેશભાઈ ભટ્ટ સહિત અન્ય મહાનુભાવો વિદ્યાર્થીઓ શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞમાં જાેડાયા હતા. શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞનો પ્રારંભ ગો વંદનાથી થયો હતો. યાના આચાર્યે પૂજ્ય ફુલશંકરભાઈ જાેશીએ ચંદન તિલક કરી સ્ટાફ પરિવારના જાગૃતિબેન રાવલ દ્વારા અગ્નિ સ્થાપન કરી હતી. શ્રી ગણેશજી મંત્ર માળા હોમ, શ્રી ગાયત્રી મંત્ર માળા હોમ, શ્રી હનુમાન ચાલીસા પાઠ અને શ્રી હનુમાન ચાલીસાની ચોપાઇ ૪૦ આહુતિ શાળાના બાળકનોના શુદ્ધ અને લયબદ્ધ સ્વરમાં શ્રી ગાયત્રી મંત્ર અને શ્રી હનુમાન ચાલીસાના ઉચ્ચારથી સમગ્ર તલગાજરડામાં માઇકના માધ્યમથી ગુંજતો હતો. ત્યારબાદ સુરભી ગો માતાના મંત્રથી આહુતિ અર્પણ કરવામાં આવી હતી. તમામ બાળકો અને મહેમાને બીડા હોમવા સોપારીથી બીડું અર્પણ કરવામાં આવ્યું હતું. શ્રી ગો માતા, શ્રી નંદી બાબા, શ્રી નર્મદા પુરાણજી, શ્રી ધેનું માનસજી અને સ્થાપનની આરતી કરવામાં આવી હતી. શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞ માટે નિમિત્ત માત્ર આર્થિક યજમાન પુષ્પાબેન મોહનલાલ માધવજી રાવલ માણાવદર વાળા હતા. ભૂદેવો અને સાધુઓ, બટુકો, કન્યાઓને પત્રમ પુષ્પમથી વંદના કરવામાં આવી હતી. શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞમાં ખાસ હવન સામગ્રી હુત દ્રવ્યથી તૈયાર થયેલા વૈદિક છાણાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સહુએ અલ્પાહાર ગ્રહણ કર્યો હતો. જય સીયારામ, નર્મદે હર, શ્રી ગોમાતા પ્રિય હો, શ્રી નંદીબાબા પ્રિય હોના નાદ સાથે શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞના વિરામ પ્રસંગે શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞના સંયોજક ગો ઉપાસક બ્રહ્મ પુત્ર અને માં નર્મદા પ્રેમી મયૂર રાવલ જણાવ્યું કે માનસ રૂખડ કથામાં પ્યારા મોરારી બાપુને લાલ ઢોરી જૂનાગઢ ખાતે વિવિધ ગો ભકતો સાથે માણાવદર તાલુકાનાં એક ગામ માં ગો શાળા નિર્માણ માટે ૨૦૧૯ માં મળ્યા હતા અને આશીર્વાદ આપ્યા ત્યારથી જ સર્વે દોષો દૂર કરનારી શ્રી ગો માતા અને શ્રી નદી બાબા છે. ૧૦૦૮ મંત્ર લેખન બુક તૈયારી કરી અનુષ્ઠાન કરવાનો ભાવ થયો મંત્ર લેખન અને શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞ ગો શાળા અન્ય સ્થળે થઈ ચૂક્યા છે, તલગાજરડાની પવન ધરા ઉપર ૨૦૨ મો શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞ ચિત્રકૂટ ધામના અધિપતિ શ્રી હનુમાનજી મહારાજને ૨૪૦૦૦ આહુતિઓ અર્પણ કરી વિશ્વનું કલ્યાણ એવી પ્રાર્થના કરવામાં આવી હતી. તલગાજરડા શાળા પરિવારના વડા ઉદયનભાઈ પંડ્યા અને યુવાન સરપંચ ભોળાભાઈ કળસરીયાએ એવો ભાવ પ્રગટ કર્યો આપ ભૂદેવો પ્રતિવર્ષ આયોજન કરો, કદાચ પહેલી વખત શાળાના છોકરાઓ વિદ્યાર્થી શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞમાં જાેડાયા હોય અને ૨૫ કુંડી યાગ યજ્ઞ થયો હોય એ પ્રથમ ઘટના છે. સંયોજક મયૂર રાવલના માર્ગદર્શન નીચે વિજયભાઇ પરમાર, શૈલેષભાઈ મહેતા, ભાવનાબેન પંડ્યા, મનુભાઇ, રાજેશભાઇ વ્યાસ, જ્ગદીશભાઈ ચાવડા, શાળા પરિવારજનો અને વિદ્યાર્થી બાળકોએ ભારે જહેમત કરી હતી. ૨૫ કુંડી શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.