બોસન ગામે ગણપતી ગ્રુપ દ્વારા ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ઉલ્લાસ પૂર્વક સ્થાપના કરાય

0

ઢોલ, શરણાઈના તાલે વિશાળ ભવ્ય શોભાયાત્રા સાથે બાપાની સ્થાપના કરાય

પ્રાચી નજીક બોસન ગામે ગણપતી ગ્રુપ દ્વારા ઈકોફ્રેન્ડલી થી પ્રકૃતિને નુકસાન ના થાય એથી હાથથી ગણપતિ બાપ્પા બનાવવામાં આવ્યા છે. પરંપરાગત ઢોલ, શરણાઈના તાલે વિશાળ ભવ્ય શોભાયાત્રા સાથે ધામધૂમથી ગણેશજી બાપા મૂર્તિ લઈ જય સ્થાપના કરી વિધિવત પૂજન વિધિ, આરતી કરવામાં આવી હતી. ભવ્ય શણગાર સાથે બાપાની સ્થાપના કરવામાં આવી હતી. રોજ સવાર-સાંજે આરતી, અલગ-અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ખાસ કરીને પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુથી ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી હતી. આ વર્ષે પર્યાવરણ જાગૃતિના અનુસંધાને ગણપતિ ગ્રુપ દ્વારા ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આજની પરિસ્થિતિમાં પર્યાવરણને બચાવવું ખૂબ જરૂરી બન્યું છે. પ્રકૃતિનું જતન કરવું તે આવશ્યક બન્યું છે. આ હેતુથી ગણપતિ ગ્રુપ દ્વારા માટીમાંથી બનાવેલ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!