સુત્રાપાડા બંદર તથા ગીર-સોમનાથ જિલ્લાનું ગૌરવ વધાર્યું

0

સુત્રાપાડાના બંદરમાં આવેલ શ્રી શિવસાગર પ્રાથમિક શાળા ખાતે ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રીતિકા પ્રેમજીભાઈ બારીયાએ સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ગીર-સોમનાથ જિલ્લા કક્ષાની એથલેટીક્સ સ્પર્ધા(કોડીનાર ડ્ઢન્જીજી સ્કૂલ)માં ૨૦૦ મીટર દોડમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. હવે મહેસાણા ખાતે આયોજિત થનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગીર-સોમનાથનું પ્રતિનિધિત્વ કરશે તેમજ ધોરણ-૮માં અભ્યાસ કરતી ક્રિષ્ટીના લખમભાઇ સોલંકીએ આ સ્પર્ધામાં ૨૦૦ મીટર દોડમાં તૃતીય સ્થાન મેળવ્યું છે. સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર તરણેતર ખાતે યોજાયેલ ગ્રામીણ ઓલમ્પિકસમાં કુ.રિતિકા પ્રેમજીભાઈ બારીયાએ ૨૦૦ મીટર દોડમાં પ્રથમ સ્થાન મેળવી રોકડ ઈનામ તેમજ પ્રમાણપત્ર મેળવેલ છે. જ્યારે ક્રિષ્ટીના લખમભાઇ સોલંકીએ તૃતીય સ્થાન મેળવી રોકડ ઇનામ તથા પ્રમાણપત્ર મેળવેલ છે. આ દીકરીઓને સ્પોર્ટ્‌સમાં આગળ વધવામાં શાળાના શિક્ષક બળવંતભાઈ ચૌહાણ તથા સ્પોર્ટ્‌સ કોચ બાબુભાઈ દ્વારા સતત માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવે છે.(તસ્વીર ઃ શૈલેષભાઈ વાળા)

error: Content is protected !!