દેવભૂમિ દ્વારકા-ઓખામંડળના દવા વિક્રેતાઓ સાથે ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓની બેઠક

0

દ્વારકા-ઓખા મંડળમાં દવાઓનું વેચાણ કરતા વિક્રેતાઓ સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ ખાસ બેઠક યોજી અને દવાઓ અંગે નિયમોના પાલન તેમજ નશાકારક ભાગ ધરાવતી દવાઓના વેચાણ અંગે ખાસ કાળજી રાખવા જણાવ્યું હતું. દ્વારકા ઓખા મંડળ તાલુકાના શહેરોમાં રિટેઈલ તેમજ હોલસેલ દવાઓનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ સાથેના દ્વારકા કેમિસ્ટ અને ડ્રગ્સ એસોસિયેશનના હોદેદારો તથા સદસ્યો સાથે જામનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્રના આસિસ્ટન્ટ કમિશનરની સૂચના મુજબ જામનગરના અધિકારી ડોક્ટર વી.જી. કગથરાએ ખાસ બેઠક યોજી અને દ્વારકા શહેર તથા ઓખામંડળ તાલુકાના આસપાસના વિસ્તારમાં દવાઓનું છૂટક તેમજ જથ્થાબંધ વેચાણ કરતા વેપારીઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચાઓ કરી હતી. આ મીટિંગમાં જે દવાઓનો ભાગ તેમજ કોડીન ઘટકવાળી સીરપના વપરાશ તેમજ ખરીદ વેચાણ અંગેનો રેકોર્ડ ચુસ્તપણે રાખવા અધિકારી દ્વારા જણાવાયું હતું. આ ઉપરાંત ઔષધ અને સૌદર્ય પ્રસાધન ધારા અન્વયે આ હેઠળની જુદી જુદી જાેગવાઈઓનું સંપૂર્ણપણે પાલન થાય તે માટે ઉપસ્થિત સૌ મેડીકલ સંચાલકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઓખામંડળ ડ્રગ એન્ડ કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સભ્યો હાજર રહ્યા હતા.

error: Content is protected !!