રોયલના રાજા ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા વાડલા ફાટક રોયલ ટાઉનશીપ જૂનાગઢમાં કરવામાં આવેલી ઉજવણી

0

મહોત્સવ દરમ્યાન યોજાયેલ વિવિધ કાર્યક્રમો

જૂનાગઢના રોયલના રાજા ગણેશ મહોત્સવ સમિતિના નરેન્દ્રસિંહ ચુડાસમાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, જૂનાગઢના વાડલા ફાટક પાસે આવેલ રોયલ ટાઉનશીપમાં રોયલના રાજા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મહોત્સવ દરમ્યાન જુદા જુદા દિવસોમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, નિવૃત્ત ફૌજી ભાઈઓનું સન્માન, વેશભૂષા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સોસાયટીના બાળકોએ વિવિધ પાત્રો જેવા કે, જૂનાગઢના રાજવી રા નવઘણ, ઝાંસી કી રાની, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુષ્મા સ્વરાજજી, મહાદેવ, ડોક્ટર, શિક્ષક, સ્વામી વિવેકાનંદ, કૃષ્ણ કનૈયા વગેરે જેવા વિવિધ પાત્રો બાળકો દ્વારા ભજવવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમના નિર્ણાયક તરીકે સંજયભાઈ, સમીરભાઈ દવે, ભાર્ગવભાઈ દેવમુરારી જાેળિઓમા નિર્ણાયક તરીકે સેવા આપી હતી.આ કાર્યક્રમમાં આયોજકો દ્વારા બાળકોને પ્રોત્સાહક સ્વરૂપે પ્રમાણપત્ર, સોસાયટીના મહિલા મંડળ દ્વારા બાળકોને સુંદર મજાની ભેટ આપવામાં આવી હતી. આ બધા જ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને રોયલ સોસાયટીના વડીલોએ ખાસ હાજરી આપીને બાળકોને પ્રોત્સાહન આપેલ હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સોસાયટીના રાજભાઈ, હાર્દિકભાઈ, વિજયભાઈ, રોનકભાઈ, નયનભાઈ, નિલેશભાઈ, કિરણભાઈ, કિશોરસિંહ, અભયભાઈ, હિરેનભાઈ, નિરવભાઈ, પારસભાઈ, સાવનભાઈ, અમરભાઈ, ડેવિટભાઈ કંસારા સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી તેમ યાદીના અંતે જણાવેલ હતું.

error: Content is protected !!