ગુંદાળા દેવની સ્થાપન બાદ રોજે રોજ વિવિધ પ્રકારના છતાં ધાર્મિક આયોજનો
જૂનાગઢના છગનમામા સોસાયટી ગ્રુપના ભાવેશભાઈ જેઠવાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ગિરનાર દરવાજા પાસે આવેલ છગનમામા સોસાયટીમાં છગનમામા સોસાયટી ગ્રુપ દ્વારા છેલ્લા ૧૩ વર્ષથી આપણા આરાધ્યદેવ ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવે છે અને રોજે રોજ વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવે છે. જેમાં ભગવાન સત્યનારાયણની કથા, ધૂન કીર્તન, દાંડિયા રાસોત્સવ, સમયાંતરે ૧૨૦ નાની નાની બાળાઓ દ્વારા દીવડાઓની મહાઆરતી, દાદાને ૫૬ ભોગ પ્રસાદ સહિતના સ્પર્ધાત્મક અને વકૃત્વ સ્પર્ધાનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરી વિજેતાઓને પુરસ્કાર રૂપી શીલ્ડ, પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે. આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા ગ્રુપના સભ્યો લખનભાઈ ચાવડા, સાગરભાઇ ધનવાણી ગોપાલભાઈ જેઠવા, અલ્પેશભાઈ પુરબીયા, સોનુભાઈ ખીમચંદાણી સહિતના લોકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં છે તેમ યાદીના અંતે જણાવવામાં આવેલું છે.