જૂનાગઢમાં સમસ્ત વ્હોરા સમાજ દ્વારા જશ્ને ઈદે એ મિલાદ નિમિતે નીકળેલ જુલુશનું કોમી એકતા રાષ્ટ્રિય એકતા સમિતિ દ્વારા સ્વાગત

0

માનવજાતના મસીહા પૈગમબરે ઇસ્લામની જન્મ જયંતી અવસર પર સોરઠ મહાનગર ખાતે સમસ્ત વહોરા સમાજ જૂનાગઢ દ્વારા શિસ્તબધ સમાન ગણવેશમાં બેન્ડ બાજાની સુરાવલીઓ સાથે જુલૂસ ગઈકાલે કાઢવામાં આવેલ જેમાં જૂનાગઢ વ્હોરા સમાજના સર્વે બિરાદરો શિસ્તબધ્ધ રીતે જાેડાયા હતા. જુલૂસના રૂટ ઉપર વિવિધ જગ્યાએ સ્વાગત ફૂલહાર કરવામાં આવેલ. આ તકે કોમી એકતા રાષ્ટ્રિય એકતા સમિતિના બટુકભાઈ મકવાણાની આગેવાનીમાં જુલૂસનું સ્વાગત કરવામાં આવેલ.
આ તકે સમજુભા સોલંકી, વહાબભાઈ કુરેશી, જિશાન હાલેપોત્રા (એડવોકેટ), કાસમભાઈ જુણેજા, રમેશભાઈ વાજા, સોહેલ સિદ્દીકી સહિતના હાજર રહેલ હતા.

error: Content is protected !!