જૂનાગઢમાં ગુરૂવારે બપોરે ઈદ એ મિલાદનું શાનદાર જુલુશ નિકળશે

0

આગામી ગુરુવારે તારીખ ૨૮/૦૯/૨૦૨૩ ના રોજ માનવજાતના મસીહા પૈગમબરે ઇસ્લામ ની જન્મ જયંતી સોરઠ મહાનગરમાં ભવ્ય રીતે ઉજવવાના ભાગરૂપે હજરત અલીમોહમદ સાહેબ ખતીબે જામા મસ્જિદ ના અધ્યક્ષ સ્થાને એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં આગામી તા.૨૮-૦૯-૨૦૨૩ને ગુરૂવારના રોજ બપોરનાં ૨-૩૦ કલાકે નીકળનાર ઈદે એ મિલાદના જુલુસ બાબતે પુખ્ત ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે નક્કી કર્યા મુજબ જુલુસ શરીયતના દાયરામાં રહી કાઢવામાં આવે. તહેવારની ઉજવણીના ઉત્સાહમાં કોઈપણ ઉન્માદમાં ના આવે તેની ખાસ તકેદારી રાખવી, અકસ્માતની શક્યતા નિવારવા કોઈપણ મોટા વાહનો ના લાવવા જ્યારે ડી.જે. ઉપર પોલિસ તંત્ર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધિત હોય તે સામેલ ના કરવા છતાં કોઈ મંડળ કે વ્યક્તિ તેનું ઉલ્લંઘન કરશે અને પોલિસ અટક કરશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેમની વ્યક્તિગત રહેશે. આયોજકો ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેસે નહીં. આ જુલુસ રાબેતા મુજબ ના રૂટ પરથી બપોરના ૨-૩૦ કલાકે શરૂ થઈ વાલીએ સોરઠથી લઈ સુખનાથ ચોક, જેલરોડ, કોર્ટે રોડ, ચિંતાખાના ચોક,
ઢાલ રોડ, માંડવી ચોક, ઝાલોરપા થઈ ઉધીવાડા ખાતે સંપન્ન થશે.
અગાઉ જુલૂસ સવારે કાઢવાની જાહેરાત થયેલ હોઈ પરંતુ આગામી ગુરૂવારે ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સવારના સમયે જૂનાગઢ પધારતા હોય વ્યવસ્થાના ભાગરૂપે તંત્રની વિનંતીને માન આપી જુલૂસ બપોરના ૨-૩૦ કલાકે કાઢવાનો ર્નિણય સર્વાનુમતે લેવામાં આવેલ છે.
જુલૂસમાં સામેલ થનાર દરેક કમિટી, ગ્રૂપ, મંડળના પ્રતિનિધિએ પોતાના નામ, આધારકાર્ડની નકલ, મોબાઇલ નંબર તેમજ ફ્લોટ વાહનની વિગત સાથે તંત્રની ગાઈડ લાઈન મુજબ નોંધણી કરાવી ફરજિયાત છે નોંધણી કરાવનાર જ જુલૂસમાં સામેલ થઈ શકશે.
નોંધણી માટે યતીમ ખાના (બાબી સાહેબ) મો.૯૨૬૫૫ ૭૮૯૧૦, હાફીઝ સલીમ સાહેબ (લેન મસ્જિદ) મો.૮૮૪૯૬ ૪૯૧૧૪, રઈસ બાપુ કાદરી (ઉધીવાડા) મો.૯૯૭૪૬ ૯૮૮૮૯, કાસમ ભાઈ જુણેજા(સુખનાથ ચોક) મો.૯૮૭૯૬૪૮૫૬૨, હબીબ બુલ્લાહ સાહેબ મિસ્બાહી મો.૮૭૮૦૬૨૪૪૪૩, હાજી અલાઉદિન ભાઈ અબડા (ખામધ્રોળ વિસ્તાર), શબ્બીરભાઈ અમરેલિયા (ઘાંચીપટ વિસ્તાર) મો.૮૧૨૮૩ ૫૨૫૫૨ ઉપર સંપર્ક કરવો.
આ બેઠકમાં જૂનાગઢ મહાનગરના હનીફભાઈ જેઠવા, સફીભાઈ સોરઠીયા, હાફીજ સાબીર સાહેબ, હાફીઝ સલીમ સાહેબ, વહાબભાઈ કુરેશી, રઈસબાપુ કાદરી, અલ્તાફખાન પઠાણ, અશરફ સતારભાઈ, દાનિશબાપુ કાદરી, હાજી અલાઉદ્દીન અબડા, સિરાજભાઈ સોરઠીયા, મુનશી સાલેહ મોહમ્મદ, ઈરફાન રઝા, સલીમભાઈ નોયદા, ઇસ્માઇલભાઇ ચોહાણ સરગવાડા, સાકીર વિદ્યા, અ .રજાક ગફૂલી, અલારખા ભાઈ જેઠવા, મુનીર અહેમદ, ઈકરાફભાઈ મેમણ, સાજીદ ભાઈ વિધા, કાસમભાઈ જુણેજા, તાહીરભાઈ મેમણ. અદ્રેમાન ભાઈ ચોટીયારા, ઈરફાન રઝા, સોહેલ સિદીકી સહિતના હાજર રહેલ હતા.

error: Content is protected !!