માણાવદરના થાનીયાળા અને શીલના દિવાસા ગામે જુગાર દરોડો

0

માણાવદર પોલીસે ગઈકાલે થાનીયાળા ગામે જુગાર અંગે દરોડો પાડતા છ શખ્સોને રૂા.પ૪૩૦ના મુદ્દામાલ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધેલ છે. જયારે શીલ પોલીસે દિવાસા ગામમાં કુંડલી વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રૂા.રપ૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

જીઆઈડીસી-રમાં કારખાનામાં રહેલ ફોરવ્હીલમાં છુપાતા ગરમી તથા ગુંગળામણના કારણે પાંચ વર્ષના બાળકનું મૃત્યું
જૂનાગઢ નજીક આવેલા જીઆઈડીસી પ્લોટ નં-૬ મેરાજભાઈના કારખાના નજીક રવિન્દ્ર છોટાલાલ ભારતી(ઉ.વ.ર૮) રહે.કંચનપુર તા.પુરેના જી.મહારાજગંજ, ઉત્તરપ્રદેશ વાળાનો પરિવાર રહે છે. દરમ્યાન તા.ર૩-૯-ર૦ર૩ના કલાક ૧૧ના કોઈપણ સમય પહેલા બનેલા બનાવમાં આ પરિવારના પુત્ર આદિત્ય(ઉ.વ.પ)ની માતા નવડાવતી હોય અને તે દરમ્યાન આદિત્ય(ઉ.વ.પ)ને નાહવું ન હોય જેથી છુપાવવા માટે તેની સામે આવેલ કારખાનામાં રહેલ ફોરવ્હીલમાં દરવાજાે ખોલી છુપાતા અંદર ગરમી તથા ગુંગડામણના કારણે સારવાર દરમ્યાન આ બાળકનું મૃત્યું થતા તેના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસને જાણ કરવામાં આવતા જૂનાગઢ તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!