૧ ઓક્ટોબર : વરિષ્ઠ નાગરીકો માટેનો દિવસ

0

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૧ ઓક્ટોબર ને ‘‘વરિષ્ઠ નાગરીકો માટેના દિવસ’’ તરીકે ઉજવવામાં આવે છે. ૧૯૯૧થી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ જેનું આ વર્ષનું થીમ છે – filling the Promises of the Universal Declaration of Human Rights for Older Persons: Across Generations આ ઉજવણીમાં વૃદ્ધોના માનવિય હક્કોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. ભારતમાં ઘટતા જતા સંયુક્ત કુટુંબો અને બદલાતી સામાજિક પરિસ્થિતિને લીધે વૃદ્ધો એકલતા અને ઉપેક્ષા તરફ ધકેલાઇ રહ્યાં છે. આથી તેમનામાં સકારાત્મક અભિગમ અને સારૂં માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે શારીરિક કસરત, યોગ્ય ભોજન, તમાકુ કે દારૂ જેવા હાનિકારક પદાર્થોનાો ત્યાગ વગેરે માટે પ્રયત્નો કરવામાં આવે છે. સરકાર દ્વારા વૃદ્ધોને આવાસ, સારવાર, સંભાળ વગેરે માટે સ્વાસ્થ્યસભર, આર્ત્મનિભર, ગૌરવપુર્ણ અને સુખી વૃદ્ધત્વ માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ૧૯૯૯થી દર વર્ષે ભારત સરકારના સામાજીક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા આ દિવસે વયોશ્રેષ્ઠ સન્માન (વરિષ્ઠ નાગરિકો માટેનો રાષ્ટ્રિય પુરસ્કાર)માં દર વર્ષે વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિશ્રી દ્વારા વિખ્યાત અને ઉત્કૃષ્ટ વરિષ્ઠ નાગરિકો તથા તેમને લગતી સંસ્થાઓને રૂ. ૨.૫ લાખની રકમથી સન્માનિત કરવામાં આવે છે. અટલ વયો અભ્યુદય યોજના દ્વારા અંતર્ગત ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામ ફોર સિનિયર સિટિઝન્સ દ્વારા નિયમાનુસાર પાત્રતા ધરાવતી સંસ્થાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે,જેનાથી તેઓ વૃદ્ધાશ્રમોનું સંચાલન સારી રીતે કરી શકે અને વૃદ્ધોને પાયાની સુવિધાઓ પુરી પાડી શકે. આ અંતર્ગ દેશભરમાં ૫૫૨ જેટલા વૃદ્ધાશ્રમો, ૧૪ સતત સંભાળ ઘરો,૧૯ મોબાઇલ કેર યુનિટ, ૫ ફિઝીયોથેરાપી ક્લિનિક ચલાવવા માટે વિવિધ સંસ્થાઓને સરકાર દ્વારા સહાય પુરી પાડવામાં આવી રહી છે. આ સહાય મેળવતા વૃદ્ધાશ્રમોમાં ૧.૫ લાખ જેટલા વૃદ્ધો આશ્રય લઇ રહ્યાં છે. ૩૬૧ જેટલા જિલ્લાઓને આવરી છેલ્લા ત્રણ વર્ષમાં ૨૮૮ કરોડથી વધુ ગ્રાંટ આ માટે આપવામાં આવી છે, જેના લાભાર્થીઓની સંખ્યા ૩.૬૩ લાખથી વધુ છે. ૨૦૧૭થી શરૂ થયેલ રાષ્ટ્રિય વયોશ્રી યોજના દ્વારા સરકાર બી.પી.એલ. કટેગરીમાં આવતાં અથવા માસિક ૧૫ હજારથી ઓછી આવક ધરાવતા ૬૦ વર્ષથી વધુ ઉંમરના અશક્ત વૃદ્ધોને શારીરિક સહાય માટેના સાધનો પુરા પાડે છે, જેમાં ચાલવા માટેની લાકડી, ઘોડી, વ્હિલચેર, શ્રવણયંત્ર, દાંતના ચોકઠા, ચશ્માં વગેરેને આવરી લેવાયા છે. આ સાધનોથી ગરીબ વૃદ્ધોના રોજિંદા જીવનમાં સરળતામાં વધારો થાય છે. આ યોજના અંતર્ગત ૨૬૯ કેમ્પ દ્વારા ૪ લાખ જેટલા વૃદ્ધોને સહાય આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત છેલ્લા ૩ વર્ષમાં ૧૪૦ કરોડથી વધુના ખર્ચે ૧.૫૭ લાખથી વધુ લોકોને ૮.૪૮ લાખ થી વધુ સાધનો આપવામાં આવ્યા છે.
ભારત સરકાર તથા રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૬૦ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકો માટે હેલ્પલાઇન ૧૪૫૬૭ શરૂ કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો સવારના ૮ઃ૦૦ કલાકથી સાંજના ૮ઃ૦૦ કલાક દરમ્યાન આ નંબર પર ફોન કરી નેશનલ હેલ્પલાઈન ફોર સીનીયર સીટીઝન (એન.એચ.એસ.સી)નો સંપર્ક કરી શકે છે. એલ્ડરલાઈન અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને માટે માહિતી, સલાહ, સ્થળ પર મદદ અને ભાવનાત્મક ટેકો એમ ચાર પ્રકારે સહાય આપવામાં આવે છે. વૃદ્ધાવસ્થામાં આરોગ્ય જાગૃતિ, સારવાર, વૃદ્ધાશ્રમો, ડે કેર સેન્ટર તથા ફ્રેન્ડલી પ્રોડક્ટ, વૃદ્ધો માટેની સરકારી યોજનાઓ વગેરે વિશે માહિતી અને તકરાર નિવારણ, કાનૂની, પેન્શનને લગતી સલાહ આપવામાં આવે છે.
પીડિત, ગુમ થયેલા કે ત્યજી દેવાયેલા, દુર્વ્યવહાર થયેલ વૃદ્ધો, તથા નિરાધાર વૃદ્ધોની સ્થળ પર મદદ પહોંચાડી સંભાળ લેવામાં આવે છે તેમજ વરિષ્ઠ નાગરિકોને પારિવારિક સમસ્યાઓ, એકલતા, ચિંતા વિષે વાતચીત કરીને યોગ્ય સલાહ અને મદદ દ્વારા તેમને ભાવનાત્મક ટેકો પણ આપવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં ૮૨.૬૮ કરોડ જેટલો ખર્ચ આ માટે કરવામાં આવ્યો છે.
આલેખન – ભાર્ગવ કે. ભંડેરી

error: Content is protected !!