ચંદ્રયાન ત્રણની સફળતા બાદ ISROના વડા એસ.સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી કહ્યુ ટુંક સમયમાં જ ઇસરો દ્વારા ઘણા બધા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે તેવું પત્રકારોને જણાવ્યું છે.
ચંદ્રયાન ૩ ની સફળતા બાદ ISROના વડા એસ.સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા. ISROના ચેરમેન એસ. સોમનાથ આજે વહેલી સવારે ટ્રેન મારફતે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપા સંગઠન દ્વારા ઉષ્માસભર સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ સોમનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા જ્યાં મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી પરમાર અને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. એસ.સોમનાથ જી નું સંસ્કૃત પાઠશાળાઓના ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર સાથે સોમનાથ મંદિર પરિસરમાં સ્વાગત કરવામાં આવ્યું હતુ. બાદમાં તેઓએ સોમનાથ મહાદેવને જલાભિષેક અને સોમેશ્વર મહાપૂજા કરીને મંદિર પરિસરમાં ચાલી રહેલ મહાગણેશ યજ્ઞમાં જાેડાયાને સોમનાથ મહાદેવ પાસે ISROના ભવિષ્યના પ્રોજેક્ટ માટે આશીર્વાદ માંગ્યા હતાં.
સોમનાથ મંદિરના દર્શન અને પૂજા અર્ચના બાદ ISROના ચેરમેન એસ. સોમનાથએ પત્રકાર પરિષદમાં જણાવેલ કે, સોમનાથ મંદિરના દર્શન કરે મને ખૂબ જ આનંદ થયો છે. જ્યારે ચંદ્રયાનનો સફળતાપૂર્વક લેન્ડિંગ બાદ મને વડાપ્રધાને ફોન કર્યો ત્યારે ત્યારે મને વડાપ્રધાનએ ખુશીમાં કહ્યું હતું કે તમારું નામ પણ સોમનાથ મંદિર સાથે જાેડાયેલું છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે ISROના મેક્સ મિશન હવે એક્સપો સાઈટ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે તેની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. નવેમ્બર અથવા ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે હજી સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં જ તારીખ પણ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ ભારત અને અમેરિકાએ મળીને નાઈસા લોન્ચ કરવામાં આવશે. તેમનો નિર્માણ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આગામી ફેબ્રુઆરી મહિનામાં લોન્ચ કરવામાં આવશે.
વધુમાં ઈસરો ના ચેરમેન એ ચંદ્રયાન ૩ ના સોફ્ટ લેન્ડિંગ બાદ પ્રજ્ઞાન રોવર ને ૧૦૫ મીટર ચલાવ્યા ચંદ્ર પર રાત થઈ જતાં ફરી એકવાર પ્રજ્ઞાન રોવર ને જાગવા ને લઈ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું કે પ્રજ્ઞાન રોવર જરૂર થી ફરી એકવાર જાગશે અને કામ કરશે. અને તેમને જગાડવા ના પ્રયત્નો ચાલુ છે. આમ છતાં જાે ન જાગ્યું તો પ્રજ્ઞાન રોવર એ ઈસરો માટે ઘણું જ કામ કર્યું છે.