Saturday, December 2

કેશોદના ગજાનન ગણેશોત્સવમાં ૫૬ ભોગ અન્નકૂટ ધરાવી મહાઆરતી કરાઈ

0

કેશોદના પટેલ રોડ પર પોલીસ લાઈન સામે પંડાલમાં પ્રથમ વર્ષે ગજાનન ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના શાકભાજીનાં લારીવાળા પથારાવાળા અને આસપાસના રહીશો દ્વારા મળીને કરવામાં આવી હતી. કેશોદના પટેલ રોડ સરકારી દવાખાના આસપાસના વિસ્તારમાં શાકભાજી નાં વ્યવસાય સાથે સંકળાયેલા નાનાં અને મધ્યમ વર્ગના ફેરિયાઓમાં મુસ્લિમ બિરાદરો હોવાં છતાં ભાઈચારાનો સંદેશ આપવા માટે હિન્દુ મુસ્લિમ સમાજના તમામ સાથે મળીને આસ્થાભેર ગણેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. કેશોદના પોલીસ લાઈન સામે ખુલ્લી જગ્યામાં સુંદર આકર્ષક અને કલાત્મક દૂંદાળા દેવ ગણપતિ દાદાની મૂર્તિ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્થાપન કરી દરરોજ પુજા અર્ચના કરવામાં આવી હતી. કેશોદના પટેલ રોડ ગજાનન ગણેશોત્સવમાં ૫૬ ભોગ ધરાવવામાં આવ્યો હતો અને રાત્રે મહાઆરતી કરવામાં આવી હતી. આસપાસના બાળકોને રાત્રે વિવિધ રમતો રમાડી પ્રોત્સાહન ઈનામો પણ આપવામાં આવ્યાં હતાં. કેશોદ પટેલ રોડ ગજાનન ગણેશોત્સવનાં આયોજન કરવામાં સુલેમાનભાઈ ભાભા, જગદીશભાઈ યાદવ, શોભનાબેન બાલસ,જલ્પાબેન દવે,વિજુબેન બાલસ, દિપકભાઈ યાદવ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી. કેશોદના પટેલ રોડ ગજાનન ગણેશોત્સવમાં દશ દિવસ શ્રધ્ધાપુર્વક ગજાનન ગણપતિ દાદાની પુજા અર્ચના કરવામાં આવતાં ભક્તિમય વાતાવરણ બની ગયું હતું આનંદ ચૌદસ નાં ઢળતી સાંજે ભાવભીની વિદાય આપી આવતાં વર્ષે વહેલાં પધારવાનું આમંત્રણ આપી માંગરોળ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!