બિલખામાં આવેલી શ્રીજી એગ્રો ટ્રેડસ નામની દુકાનમાંથી રૂા.૧૪,પ૦૦ની ચોરી

0

બિલખા તાબાના નવાપીપળીયા ગામે રહેતા હિતેષભાઈ લક્ષ્મણભાઈ સાકરીયા(ઉ.વ.૩૮)એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી તથા સાહેદની દુકાનમાં સેકશન લોક તોડી અને ફરિયાદીના દુકાનના થળામાંથી રૂા.૪૮૦૦ તેમજ નિકુલભાઈ ડોબરીયાની દુકાનના થળાના લોક તોડી રૂા.૯,૭૦૦ મળી કુલ રૂા.૧૪,પ૦૦ની કોઈ અજાણ્યો ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

જૂનાગઢના દોલતપરા નજીકથી જુગાર રમતા છ ઝડપાયા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે દોલતપરા નજીક નૂતનનગર રોડની બાજુમાં જુગાર અંગે દરોડો પાડતા છ શખ્સોને રૂા.૬પ૭૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે શીલ તાબાના ફરંગટા ગામમાં પીપરી વાવ વિસ્તારમાં સીમશાળાની બાજુમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.૪૩,૩૭૦ના મુદ્દામાલ સાથે શીલ પોલીસે ઝડપી લીધેલ છે અને નાસી છુટેલા પાંચ શખ્સોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!