ભવનાથ ખાતે સ્ટેટ એમટીબી સાયકલિંગ ચેમ્પિયનશીપ યોજાઈ

0

ગુજરાત સ્ટેટ સાયકલિંગ એસોસીએશન અને સાયકલિંગ એસોસીએશન જૂનાગઢ દ્વારા ભવનાથમાં લાલઢોરી ખાતે ગુજરાત સ્ટેટ એમટીબી સાયકલિંગ ચેમ્પિયન શિપનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં સમગ્રરાજયમાંથી ૧ર જીલ્લાના સ્પર્ધકોઅ ભાગ લીધો હતો. આ સ્પર્ધાની શરૂઆત રમત ગમત અધિકારી વિશાલ દિહોરા, હારૂન વિહળ, ડો.પરેશ કોરિયા, બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના પ્રો.ડો.આર.બી. સરવૈયા, સ્ટેટના મંત્રી ડો.ભરત પટેલ, ખજાનચી ખનેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ સાયકલ સ્પર્ધામાં કુલ ૭ કેટેગરીમાં યોજવામાં આવી હતી. સ્પર્ધા પુર્ણ થયા બાદ ઈનામ વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં ૧પ સ્પર્ધકોને નેશનલ સાયકલિંગ માટે પસંદ કરવામાં આવેલ હતા. અને જૂનાગઢનાં પાંચ ખેલાડીઓ માટે નેશનલ માટે પસંદ થયેલા છે.

error: Content is protected !!