જૂનાગઢ : જુગાર દરોડો : રૂા.ર,૧૪,૭૦૦ના મુદ્દામાલ સાથે નવને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે દોલતપરા અનાજ માર્કેટીંગ યાર્ડની પાછળ આવેલ ભાવેશ ખીમજીભાઈ બુધ્ધદેવના યમુના પ્રોટીન્સ કારખાનામાં જુગાર અંગેની રેડ પાડતા નવ શખ્સોને રૂા.ર,૧૪,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર ભાવેશ ખીમજીભાઈ બુધ્ધદેવે પોતાના માલિકીના કારખાનામાં બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના તથા પૈસા વડે હારજીતનો જુગાર રમાડી અને પોતાના અંગત ફાયદા સારૂ નાલના પૈસા ઉઘરાવતા હોવાની બાતમીના આધારે જુગાર અંગે દરોડો પાડવામાં આવ્યો હતો. ભાવેશભાઈ ખીમજીભાઈ, જેન્તીભાઈ હીરજીભાઈ, કિશોરભાઈ નરોતમભાઈ, ભરતભાઈ મથુરાદાસ, હીરેનભાઈ અમનભાઈ, દિપકભાઈ અનંતરાય, ધવલભાઈ મનુભાઈ, દિલીપભાઈ રતીલાલભાઈ, વિવેકભાઈ કિશોરભાઈ વિગેરેને ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા અંતર્ગત કલમ ૪, પ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એ.પી. ડોડીયા ચલાવી રહ્યા છે.

error: Content is protected !!