સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં જૂનાગઢ નેત્રમ શાખા સતત નવમી વખત પ્રથમ સ્થાને

0

બે વખત ઈ-કોપ એવોર્ડ એમ કુલ ૧૪ વખત એવોર્ડ આપી સન્માનીત કરતા ગુજરાત રાજયના પોલીસ વડા વિકાસ સહાય

ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં રાજ્યના પોલીસ વડાની કચેરી દ્વારા ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાંથી સારી કામગીરીની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, eward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરી,ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયના હસ્તે સન્માન કરી, સન્માન પત્ર એનાયત કરવામાં આવે છે. જૂનાગઢ રેંજના ડીઆઈજી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા ગુજરાત સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી શહેરમાં ટ્રાફીક નિયમન તથા જીલ્લામાં બનતા કોઇ પણ ગુન્હાનો ભેદ ત્વરીત ઉકેલવા, કોઇ વ્યક્તિનો કીંમતી સામાન ગુમ થયેલ હોય, ક્યાંય ભુલી ગયેલ હોય તો ત્વરીત તે સામાન શોધી,પોલીસ પ્રજાનો મીત્ર છે તે સુત્રને સાર્થક કરવા સૂચના આપેલ છે. Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરવા સારૂ ગુજરાત રાજ્યના ડી.જી.પી.ની કચેરી ખાતે નિયુક્ત કરેલ કમીટી દ્વારા રાજ્યના તમામ જીલ્લા દ્વારા વર્ષ ૨૦૨૩ ના ક્વાર્ટર-૨ (તા. ૦૧/૦૪/૨૦૨૩ થી ૩૦/૦૬/૨૦૨૩ સુધીના) સમયગાળા દરમ્યાન સીસીટીવી કેમેરાનો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનુ મુલ્યાંકન કરવામાં આવેલ હતુ. મુલ્યાંકન બાદ કમીટી દ્રારા જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં સતત નવમી વખત ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર તેમજ માર્ગ સુરક્ષા (ઇ-ચલણ) કેટેગરીમાં ત્રીજી વખત ગુજરાત રાજ્યમાં દ્વિતિય નંબર આપવામાં આવેલ હતો. નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂની ટીમના પોલીસ કોન્સ. હરસુખભાઇ સિસોદીયા તેમજ શિલ્પાબેન કટારીયાને ગાંધીનગર ખાતે ડી.જી.પી. વિકાસ સહાય દ્વારા નેત્રમ શાખાને ૧૪ મી વખત એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત હજુ સુધી કુલ ૯ વખત કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે, બનાવના ભેદ ઉકેલાવાની કેટેગરીમાં નવેય વખત જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમ દ્વારા ગુજરાતમાં પ્રથમ નંબર મેળવેલ છે, તેમજ ૩ વખત ઇ -ચલણની કામગીરીમાં નંબર મેળવેલ છે અને ૨ વખત ઇ-કોપ એવોર્ડ મેળવેલ છે અને જૂનાગઢ પોલીસને ગર્વ અપાવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા કાર્યરત છે અને નેત્રમ શાખાના નોડલ ઓફીસર એ.એસ.પટણી, પી.એસ.આઇ. પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, હે.કોન્સ., રામશી ડોડીયા, પો.કોન્સ. રાહુલગીરી મેઘનાથી,વિક્રમ જીલડીયા,જાનવી પટોડીયા,હીના વેગડા, કિંજલ કાનગડ, દેવેન સીંધવ, હરસુખ સીસોદીયા, ચેતન સોલંકી, શિલ્પા કટારીયા, હાર્દીક સીસોદીયા, અંજના ચવાણ, પાયલ વકાતર એન્જીનીયર રીયાઝ અંસારી, મસઉદઅલીખાન પઠાણ, નિતલ મહેતા કીસન સુખાનંદી, ધવલ રૈયાણી, જેમીન ગામી એમ કુલ ૨૧ સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરાથી ૨૪x૭ મોનીટરીંગ કરી ક્રાઇમ એનાલીસીસ અને ડીટેક્શન તેમજ ઇ-ચલણની કામગીરી કરવામા આવે છે. જૂનાગઢ નેત્રમ શાખાની ટીમને અગાઉ માહે જાન્યુ ૨૦૨૧માં, ઓગષ્ટ ૨૦૨૧, ડિસેમ્બર – ૨૦૨૧, એપ્રીલ – ૨૦૨૨ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), જૂન – ૨૦૨૨, સપ્ટેમ્બર -૨૦૨૨ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), ડીસેમ્બર ૨૦૨૨, ફેબ્રુઆરી -૨૦૨૩, એપ્રીલ ૨૦૨૩, સપ્ટેમ્બર -૨૦૨૩(બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં) માં પણ ડી.જી.પી. દ્વારા એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ હતા. આમ જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમને ડી.જી.પી. દ્વારા ફક્ત ૨.૫ વર્ષના અંતરે ૧૪ – ૧૪ વખત શ્રેષ્ઠ કામગીરી કરવા સારૂ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ છે. ડી.જી.પી. વિકાસ સહાયના હસ્તે એવોર્ડ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં બનાવનો ભેદ ઉકેલવામાં પ્રથમ નંબર તથા માર્ગ સુરક્ષા (ઇ-ચલણ)માં દ્વિતિય નંબર મેળવેલ અને જૂનાગઢ પોલીસનુ ગૌરવ વધારતા જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા નેત્રમ શાખા ખાતે રૂબરૂ મુલાકાત કરી અને નેત્રમ શાખાની સમગ્ર ટીમને અભીનંદન આપેલ હતા તેમજ હજુ વધુ કઇ રીતે ક્રાઇમ ડીટેક્શન કરી શકાય અને લોકોમાં ટ્રાફીક અવેરનેસ આવે તે બાબતે વધુ ઇ-ચલણ આપવા વિગેરે બાબતે જરૂરી સૂચનાઓ આપેલ. તેમજ વિશ્વાસ પ્રોજેક્ટના Phase IIમાં ક્યા વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવાની જરૂરીયાત છે ? તેની વિગતવાર માહિતી તૈયાર કરવા સૂચના આપેલ હતી.

error: Content is protected !!