જૂનાગઢના સક્કરબાગમાં ગઈકાલે માનવ મહેરામણ, ૧૩,૩૨૦ પ્રવાસીઓએ લીધી મુલાકાત

0

જૂનાગઢના સક્કરબાગમાં ૮ ઓકટોબર સુધી ફ્રિમાં પ્રવેશ આપવામાં આવનાર હોય જેથી ગઈકાલે સોમવારે એક જ દિવસમાં સક્કરબાગમાં ૧૩,૩૨૦ પ્રવાસીઓ જાેવા મળ્યા હતા. આ અંગે મળતી વિગત મુજબ ૧ ઓકટોબરથી જ ફ્રિમાં પ્રવેશ બંધ કરાવી દેવાયો હતો. દરમ્યાન ૧ લી ઓકટોબરે રવિવાર અને બીજી ઓકટોબરે ગાંધી જયંતિની રજા હોય સાથે ઉપરકોટના કિલ્લામાં ફ્રિ પ્રવેશ હોય લોકો મોટી સંખ્યામાં લોકો રજાની મજા માણવા નિકળી પડ્યા હતા. જાેકે, સોમવારે ઉપરકોટમાં કોઇને પ્રવેશ અપાયો ન હતો. પરિણામે ભીડ સક્કરબાગ તરફ વળી હતી. દરમ્યાન આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે, સોમવારે મોટા ૧૦,૧૩૬ અને બાળકો ૩,૧૮૪ મળી એક જ દિવસમાં કુલ ૧૩,૩૨૦ મુલાકાતીઓ આવ્યા હતા જેમણે ફ્રિમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને નિહાળ્યું હતું. હજુ પણ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ચાલુ હોય આગામી ૮ ઓકટોબર સુધી દરેક મુલાકાતીઓ નિઃશુલ્ક મુલાકાત માણી શકશેે.

error: Content is protected !!