જૂનાગઢવાસીઓ માટે આનંદના સમાચાર : શહેરીજનો માટે ઉપરકોટની પ્રવેશ ટિકીટ પ૦ ટકા જાહેર

0

ઉપરકોટમાં આગામી દિવસોમાં અન્ય સુવિધાઓ ઉભી કરાશે : ૧ર વર્ષથી નીચેના બાળકોની પણ ટિકીટ અડધી કરાઈ

જૂનાગઢની જનતાની માટે આનંદદાયક સમાચર એ છે કે જૂનાગઢની આન, બાન અને શાન સમા ઐતિહાસીક ઉપરકોટને આજે જાહેર જનતા માટે નિય્યત દરની ફી સાથે ખુલ્લો મુકવામાં આવેલ છે. સવાણી હેરીટેજ કન્ઝેવર્ટી પ્રાઈવેટ લીમીટેડના જનરલ મેનેજર રાજેશ તોતલાણીએ જૂનાગઢવાસીઓ માટે પ્રવેશ ફીના દર પ૦ ટકા રાહત સાથે ઘટાડો કરતા જૂનાગઢવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. ગુજરાતના નકશામાં જૂનાગઢ અને તેની વિરાસત કંઈક અનોખી ભાત પાડે છે. ઉચો ગઢ ગીરનાર અને જૂનાગઢ શહેરની આગવી ઓળખ પ્રસ્થાપિત થયેલી છે. ઐતિહાસીક વિરાસતની ધરોહર સમા અને શૈયકાઓથી અવિચડ ઉભેલા ઉપરકોટનો આગવો ઈતિહાસ રહેલો છે. રાજા-મહારાજા અને નવાબી શાસનકાળના સોનેરી સમયની યાદ જૂનાગઢ શહેર અને ઉપરકોટમાં થતી હોય છે. મહાપરાકર્મી સત્તાધિશો આ સોરઠની ધરતી ઉપર થઈ ગયા. રા’કવાટ, રા’ધ્યાશ, રા’નવઘણ, રાણેકદેવી, રા’ખેંગાર, રા’માંડલીક સહિતના રાજાઓએ આ ધરતી ઉપર રાજ કર્યું છે. તો બીજી તરફ નવાબી શાસનકાળનો પણ સુવર્ણ યુગ જૂનાગઢ અને સોરઠ પંથકમાં સચાવાયેલો પડયો છે અને અહીંનો એક એક પથ્થર જાણે ઈતિહાસના અનેરા પ્રસંગો રજુ કરે છે. ભારત દેશ આઝાદ થયા બાદ આજે ૭૪ વર્ષ થયા છે પરંતુ આમ જનતાને ભુતકાળના શાસકોના ભવ્ય નજારા નીહાળવા માટેનો ઉત્સાહ એમનેએમ જળવાઈ રહેલો છે અને એટલા માટે જ ઐતિહાસીક વિરાસતો એ આજે પણ પ્રવાસી જનતા મુલાકાતે આવતી હોય છે અને રાજારજવાડાનો ઈતિહાસ જાણી, અનુભવી અને અનેરો રોમાંચ અનુભવતી હોય છે. ત્યારે પ્રવાસી જનતા માટે જૂનાગઢ ઐતિહાસીક ઉપરકોટનું આકર્ષણ પણ તીવ્રપણે રહેલું છે. જૂનાગઢમાં આવનાર પ્રવાસી જનતા ઉપરકોટની મુલાકાત અચુક લે છે ત્યારે ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગનું સંયુકત સાહસ એવા ઉપરકોટને રૂા.૭૪ કરોડના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે અને નવીનિકરણ પામેલા ઉપરકોટનું ર૮ સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જાહેર જનતા માટે ઉપરકોટને વિનામુલ્યે પ્રવેશ અપાતી જાહેર થતા ઉપરકોટમાં એક તકે માનવ મહેરામણ છલકી ગયો હતો અને ઉપરકોટ ઓથોરેટી અને વહિવટી તંત્ર, પોલીસ તંત્રના કુનેહભરી કામગીરીને કારણે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉપરકોટને વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જાહેર જનતા માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને આજે જાહેર જનતા માટે નિય્યત દર સાથે ઉપરકોટને ખુલ્લો મુકવામાં આવેલ છે. ઉપરકોટમાં હવે જૂનાગઢના લોકો માટેની પ્રવેશ ફિમાં ૫૦ ટકાનો ઘટાડો કરાયો છે. આ અંગે સવાણી હેરીટેઇઝ કન્ઝર્વેટિવ પ્રા.લી.ના જનરલ મેનેજર રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું કે, ૨૮ સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલા હસ્તે ઉપરકોટના કિલ્લાનું લોકાર્પણ કરાયું હતું. હવે ૩ ઓકટોબરથી કોમર્શિયલ ઓપનીંગ થશે. મતલબ હવે ટિકીટ લઇને ઉપરકોટના કિલ્લામાં પ્રવેશ મેળવી શકાશે. દરમ્યાન ઉપરકોટના કિલ્લામાં પ્રવેશ માટેની ટિકીટ ૧૦૦ રૂપિયા અને બાળકો માટે ૫૦ રૂપિયા નક્કી કરાયા હતા. જે દિવસે ઉપરકોટના કિલ્લાનું સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું એ જ દિવસે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાને એક પત્ર પણ લખાયો હતો. આ પત્રમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ઉપરકોટના કિલ્લાની ટિકીટના જે ભાવ નક્કી કરાયા છે તેમાં જૂનાગઢની જનતાને રાહત આપવાની જરૂર છે. આ માટે ભાવમાં ૫૦ ટકાની રાહત આપવી જાેઇએ જેથી લોકો પોતાના પરિવાર સમેત ઉપરકોટના ઐતિહાસિક કિલ્લાને નિહાળી શકે. બાદમાં આ રજૂઆતના પગલે કંપની દ્વારા જૂનાગઢની જનતા માટે ટિકીટના ભાવમાં ૫૦ ટકાની રાહત જાહેર કરવામાં આવી છે. આમ,ટિકીટના ભાવમાં ૫૦ ટકાનો ઘટાડો કરાયો છે. પરિણામે હવે જૂનાગઢના પુખ્ત વ્યક્તિને ૧૦૦ રૂપિયાના બદલે ૫૦ રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ૧૨ વર્ષથી નીચેના બાળકો માટેના ભાવ ૫૦ રૂપિયામાંથી ઘટાડીને ૨૫ રૂપિયા કરી દેવાયા છે.
લાઇટ એન્ડ સાઉન્ડ શોનો ભાવ યથાવત રહેશે
જૂનાગઢના લોકો માટે ઉપરકોટના કિલ્લામાં પ્રવેશની ટિકીટમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ અપાયું છે. જાેકે, રાત્રિના સમયે યોજાનાર લાઇટ એન્ડ સાઉન્ડ શોના ભાવ યથાવત રખાયા છે. તેમાં કોઇ ઘટાડો કરાયો નથી. મતલબ લાઇટ એન્ડ સાઉન્ડ શો જાેવા માટે જૂનાગઢના પુખ્ત વયના લોકોએ પણ ૧૫૦ રૂપિયા અને ૧૨ વર્ષથી નીચેના બાળકોએ ૭૫ રૂપિયા ચૂકવવા પડશે. કારણ કે આ એન્ટરટેઇનમેન્ટ હોય તેનો ભાવ છે. માટે તેમાં ઘટાડો કરાયો નથી.
ટિકીટ આ સ્થળેથી પણ મળશે
ઉપરકોટ કિલ્લાની મુલાકાત લેવાના ઇચ્છુક પ્રવાસીઓની સગવડ માટે ત્યાંની પ્રવેશ ટિકીટ કિલ્લાની સાથે એન્ટિક કોઇન મ્યુઝિયમ-મજેવડી ગેઇટ, સરદાર ગેઇટ ગેલેરી તેમજ મહાબત મકબરાની ટિકીટ બારી પરથી પણ મેળવી શકાશે.

error: Content is protected !!