જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલ એક રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે જુગાર અંગે દરોડો પાડી ચાર મહિલા સહિત ચાર મહિલા સહિત દસને ઝડપી લેવામાં આવેલ છે. બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જેઠાભાઈ નાથાભાઈએ જાતે ફરિયાદી બની નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, જલ્પાબેન કિરીટભાઈએ પોતાના રહેણાંક મકાને અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી અને બહારથી અન્યોને બોલાવી અને તીનપતીનો જુગાર રમાડી નાલના રૂા.૩૮૦૦ અને પટના રૂા.ર૬૦૦ તેમજ મોબાઈલ ફોન છ વિગેરે મળી કુલ રૂા.૧,ર૮,૦૦૦ના મુદ્દામાલ સાથે ચાર મહિલા સહિત દસને પોલીસે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારાની કલમ ૪, પ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.કે. મકવાણા ચલાવી રહ્યા છે.