જૂનાગઢ શહેરનો ઈસમ ભેસાણમાં ક્ટલેરીની દુકાનમાંથી ચોરી કરતા ઝડપાયો

0

જૂનાગઢનો ઈસમ ભેસાણમાં ક્ટલેરીની દુકાનમાંથી ચોરી કરીને નાસી ગયો હતો. પરંતુ વેપારીઓએ તસ્કરને ઝડપી લઇ પોલીસના હવાલે કરી દીધો હતો. ચોરીના આ બનાવની વિગતો એવી છે કે, ભેસાણમાં કટલેરી બજારમાં ક્રિષ્ના નોવેલટી નામની કટલેરીની દુકાન ધરાવતા ધવલ કમલેશભાઈ કથીરિયાની દુકાને સોમવારે સાંજે એક ઇસમ અત્તરનો સ્પ્રે અને મૂર્તિની ખરીદી કરવા આવ્યો હતો અને વેપારીને ચીજવસ્તુ બતાવવાના બહાને તેની નજર ચૂકવીને દુકાનના ટેબલના ખાનામાંથી રૂપિયા ૬૦૦ની રોકડ રકમ અને રૂપિયા ૨૫૦ની કિંમતનો અત્તરનો સ્પ્રે મળી કુલ રૂપિયા ૮૫૦ની કિંમતનો મુદ્દામાલ ચોરીને નાસી ગયો હતો. આ દરમ્યાન વેપારીએ પોતાની દુકાનના સીસીટીવી કેમેરા જાેતા ગ્રાહકના સ્વાંગમાં આવેલ શખ્સે ચોરી કર્યાનું માલુમ પડતાં ધવલભાઈએ અન્ય વેપારીઓને ચોરીની વાત કરી હતી. બીજી તરફ ચોરી કરીને નાસી ગયેલો ઈસમ બજારમાં આંટાફેરા કરતો જાેવા મળતા તેને પકડી પોલીસને સોંપી દીધો હતો. પોલીસ પુછપરછમાં આ ચોર જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતો મેહુલ પ્રવીણ સોલંકી હોવાનું જણાતા પોલીસે વેપારીની ફરિયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!